સેટ પર ઈન્જર્ડ થયો આ અભિનેતા, જાણી લો શું છે કરન્ટ સ્ટેટ્સ…
મુંબઈઃ ફિલ્મ સિંઘમ અગેઈનના સેટ પરથી એક ચિંતામાં મૂકી દે એવા સમાચાર આવ્યા છે અને આ સમાચાર ફિલ્મના લીડ એક્ટર અજય દેવગણ સંબંધિત છે. મળી રહેલી માહિતી પ્રમાણે બોલીવૂડ એક્ટર અજય દેવગણને ફિલ્મના સેટ પર એક્સિડન્ટ થયો છે. સેટ પર હાજર એક ક્રુ મેમ્બરે આપેલી માહિતી પ્રમાણે અજયને આંખ પર ઈજા થઈ છે.
એક વેબ પોર્ટલ પર પબ્લિશ થયેલાં રિપોર્ટ અનુસાર અજય દેવગણ મુંબઈના વિલેપાર્લે ખાતે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈનનો એક્શન સીન શૂટ કરી રહ્યો હતો એ સમયે તેને આ અકસ્માત થયો હતો. સીન શૂટ થઈ રહ્યો હતો એ સમયે અચાનક જ અજયના ચહેરાને આંચકો લાગ્યો હતો અને એને કારણે તેની આંખમાં ઈજા પહોંચી હતી.
જોકે, અજયના ફેન્સ માટે બીજા એક રાહતના સમાચાર એ પણ છે તે અજયને ગંભીર ઈજા નથી થઈ અને સેટ પર જ ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. અજય દેવગણે ઈજા થયાના થોડાક સમય સુધી રેસ્ટ કર્યો અને ત્યાર બાદ તેણે ફરી શૂટિંગ શરૂ કર્યું હતું અને તેણે એ સીન એ જ દિવસે પૂરો કર્યો હતો.
અજય દેવગણ કે રોહિત શેટ્ટી દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ફિલ્મની વાત કરીએ તો સિંઘમ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે, જેમાં અજયની સાથે સિમ્બા રણવીર સિંહ અને સૂર્યવંશી અક્ષય કુમાર પણ કામ કરતો જોવા મળશે. એટલું જ નહીં પણ આ ફિલ્મમાં લેડી સિંઘમ તરીકે દીપિકા પદૂકોણ પણ જોડાઈ છે અને તેની સાથે સાથે રોહિતના કોપ યુનિવર્સમાં ટાઈગર શ્રોફ અને કરિના કપૂરની પણ એન્ટ્રી થઈ છે.
ટૂંકમાં કહીએ તો સિંઘમ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ સ્ટાર્સનો કુંભમેળા સમાન છે અને એમાં ઘણા બધા મોટા સ્ટાર્સ એક સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે.