અજય દેવગણને ફેન્સે પૂછ્યું ઘરે કોણ છે ‘રિયલ સિંઘમ’, જવાબ સાંભળીને હસવાનું નહીં રોકી શકો…

બોલીવુડ એક્ટર અજય દેવગણ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન‘ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સિંઘમ અગેઇનનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને હવે આ ફિલ્મ દિવાળી પર રિલીઝ માટે તૈયાર છે. આ પહેલા અજય દેવગણે એક્સ પર આસ્ક-અજય સેશનનું આયોજન કર્યું હતું જેમાં તેણે ચાહકોના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.
સેશન દરમિયાન, એક ચાહકે અભિનેતાને એક પ્રશ્ન પૂછ્યો, જેનો અજય દેવગણે ખૂબ જ રમુજી જવાબ આપ્યો. ચાહકે પૂછ્યું- ‘સર ઘરમાં સિંઘમ કોણ છે?’ તેના પર અજય દેવગણે કહ્યું- ‘આનો જવાબ તમે તમારા ઘરના સિંઘમને પૂછો.’ તમને જણાવી દઈએ કે આ પહેલા અજય દેવગણની પત્ની અને અભિનેત્રી કાજોલે પણ પોતાને અસલી સિંઘમ ગણાવી હતી.
કાજોલની આગામી ફિલ્મ દો પત્તીનું ટ્રેલર ૧૪ ઓક્ટોબરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન કાજોલને પૂછવામાં આવ્યું કે તેના ઘરમાં તેના અને અજય દેવગણ વચ્ચે સૌથી મોટો સિંઘમ કોણ છે? આના પર કાજોલે કહ્યું- ‘જુઓ, મેં પહેલા પણ કહ્યું છે અને દરેક સ્ટેજ પર કહ્યું છે કે અસલી સિંઘમ અહીં બેઠો છે!’
‘આસ્ક અજય સેશન’ દરમિયાન, ચાહકોએ અજય દેવગણને ઘણા પ્રશ્નો પૂછ્યા. એક ચાહકે પૂછ્યું- ‘તમે હંમેશાં કાર ડ્રાઈવ કરીને કેમ આવો છો?’ આનો જવાબ આપવા માટે અજય દેવગણે તેના કો-એક્ટર અક્ષય કુમારને સામેલ કર્યો. તેણે લખ્યું, ‘પહેલા અક્ષય કુમારને પૂછો કે તે હંમેશા હેલિકોપ્ટરથી લટકીને કેમ આવે છે.’ અન્ય યુઝરે પૂછ્યું, ‘પઠાણ અને સરદારની જોડી ફરી ક્યારે જોવા મળશે?’ આના જવાબમાં અક્ષયે કહ્યું, ‘જો મને ખબર પડશે તો હું ચોક્કસ કહીશ.
તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’ પહેલી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘સિંઘમ અગેન’ ને ટક્કર આપશે. ‘સિંઘમ અગેન’માં અજય દેવગન સાથે દીપિકા પદુકોણ, રણવીર સિંહ, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જોવા મળશે.