ઐશ્વર્યાએ કોને યાદ કરીને લખી આવી ઈમોશનલ પોસ્ટ…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં પ્રોફેશનલ લાઈફ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને આવા સંજોગોમાં હેડિંગ વાંચીને કદાચ તમને એવું પણ થઈ રહ્યું હશે કે કદાચ બચ્ચન પરિવાર સાથેના કોઈ પ્રિય વ્યક્તિને યાદ કરીને ભાવુક પોસ્ટ લખી હશે… તો ભાઈસાબ એવું બિલકુલ નથી. હાર્દિકે પોતાના માતા-પિતાની એનિવર્સરી પર તેમને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટ અંગે નેટિઝન્સમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.
વાત જાણે એમ છે ગઈકાલે એટલે કે 22મી ડિસેમ્બરના ઐશ્વર્યાના મમ્મી-પપ્પાની વેડિંગ એનિવર્સરી હતી અને ઐશ્વર્યાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માતા-પિતાના કેટલાક જૂના ફોટો શેર કર્યા હતા અને એમને શુભેચ્છાઓ આપી હતી.
આ ફોટો પોસ્ટ કરીને ઐશ્વર્યાએ એક હાર્ટ ટચિંગ પોસ્ટ પણ લખી છે જેણે હર કોઈના દિલ જિતી લીધા છે. ઐશ્વર્યાએ ફોટોની કેપ્શનમાં એવું લખ્યું છે કે તમને હંમેશા પ્રેમ કરતી રહીશ. સૌથી પ્રેમાળ મમ્મી-ડોડ્ડા અને ડેડી-અજ્જા… તમારા લગ્નની વર્ષગાંઠ પર ઢગલો પ્રાર્થનાઓ અને પ્રેમ… ગોડ બ્લેસ યુ…
અત્રે ઉલ્લેખનીય છે કે એશ પોતાના પિતાની ખૂબ જ નજીક હતી અને તે હંમેશા એમને યાદ કરીને સોશિયલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરતી હોય છે. આ પહેલાં તેણે પિતાના જન્મદિવસે પણ તેમને યાદ કરીને સોશિયલ મીડિયા પર પિતાનો ફોટો શેર કર્યો હતો.
આ સિવાય ઐશ્વર્યા તેની માતા વૃંદાની પણ નજીક છે અને તે અવારનવાર તેની સાથે જોવા મળે છે. એશના પિતા કૃષ્ણરાજ ભારતીય સૈન્ય બાયોલોજિસ્ટ હતા અને લાંબી બીમારી બાદ આખરે 18મી માર્ચ, 2017ના તેમનું નિધન થયું હતું.