મનોરંજન

ઐશ્વર્યા શૂટિંગ વખતે થઈ અચાનક બેભાન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

મુંબઈઃ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ અને ‘બિગ બોસ 17’ ફેમ એક્ટ્રેસ એશ્વર્યા શર્મા અચાનક જ સેટ પર બેભાન થઈ ગઈ હતી. ઐશ્વર્યાની હાલતને લઈ તેના ચાહકો પરેશાન થઈ ગયા હતા. જોકે, અભિનેત્રીએ તેની હાલત સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકોની માહિતી આપી હતી.

ટેલિવિઝનની જાણીતી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’થી ઘરે-ઘર પોપ્યુલર થનાર એક્ટ્રેસ એશ્વર્યા શર્માનો જલવો પાછલા કેટલાક દિવસોમાં ‘બિગ બોસ 17’ સહિતના રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. હવે એશ્વર્યા જલ્દી જ કલર્સની હોલી પાર્ટીમાં જોવા મળશે.

આ પણ વાંચો
TMKOCમાં ઐશ્વર્યા કરશે આ મહત્ત્વનો રોલ? સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ…

આના શૂટિંગ વખતે એક્ટ્રેસની તબિયત અચાનક બેભાન થઈ ગઈ હતી. ડાન્સ કરતાં કરતાં જ તે એકાએક સ્ટેજ પર પડીને બેભાન થઈ ગઈ હતી, જેથી તુરંત સ્ટેજ પર મેડિકલ હેલ્પ બોલાવામાં આવી હતી. હવે તેણે પોતે જ ઈંસ્ટાની સ્ટોરીમાં પોતાની હેલ્થ અપડેટ આપી છે.

ઐશ્વર્યા શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામની સ્ટોરીમાં લખ્યું હતું કે ‘બધાને હાઈ, પહેલા તો મારી સાથે જે સ્ટેજ પર્ફોમન્સ દરમિયાન થયું તેના બાદ તમારા લોકોના સપોર્ટ માટે ધન્યવાદ. તમને સૌને જણાવવા માગુ છું કે હવે હું સ્વસ્થ છું. તમારો પ્રેમ મને સતત કામ કરવામાં મદદ કરે છે. આશા રાખું છું કે તમને અમારી પર્ફોમન્સ પસંદ આવશે. તેને મિસ ન કરતાં.


ઐશ્વર્યા શર્માએ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મે’ સીરિયલમાં પત્રલેખા ઉર્ફે પાખીના કેરેક્ટરથી પોતાની ઓળખ બનાવી. તે ઘર-ઘરમાં આ કેરેક્ટરથી ઓળખાવા લાગી. ઘણા લાંબા સમય સુધી આ શો સાથે જોડાઈને બાદમાં તેણે આ શો છોડી દીધો. આ શોમાં તેને પોતાનો જીવનસાથી નીલ ભટ્ટ પણ મળ્યો. બન્નેને આ દરમ્યાન પ્રેમ થયો અને બન્નેએ લગ્ન કરી લીધા.

બાદમાં તેણે ‘ખતરો કે ખિલાડી 13’માં કામ કર્યું, જેમાં તે ફિનાલે સુધી પહોચી પણ શો જીતી ન શકી. આ શો બાદ તે ‘બિગ બોસ 17’ના ઘરમાં જોવા મળી હતી. આ શોમાં તે પાતાના પતિ નીલ ભટ્ટ સાથે જોડીમાં આવી હતી, જેમાં તેને ઈશા મલવિયાએ બાહરનો રસ્તો બતાવ્યો હતો અને અંતે તે ડાન્સ દિવાનેમાં જોવા મળી હતી. જોકે, હવે તે કલર્સના હોલી સ્પેશ્યલ શોમાં નજર આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button