મનોરંજન

Aishwarya-Shweta bachchan: નણંદ-ભાભીને ભલે મેળ ન હોય પણ…

ઘણા ઘર પરિવારમાં આ સ્થિતિ હોય છે. બે ભાઈઓ કે પછી દેરાણી જેઠાણી કે નણંદ ભાભી વચ્ચે સંબંધોમાં તણાવ હોય, રોજના વાસણ ખખડતા હોય પરંતુ તેમના સંતાનો એકબીજા સાથે પ્રેમથી રહેતા હોય અને આને લીધે પરિવારમાં પ્રેમ કે મૈત્રીભાવ રહેતો હોય. આવું જ કંઈક બચ્ચન પરિવારમાં પણ હોય તેમ લાગી રહ્યું છે. બચ્ચન પરિવારની ઘરની વાતો જગજાહેર થતી હોય છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પુત્રવધુ ઐશ્વર્યા રાયને ઘરની દીકરી એટલે કે અભિષેકની મોટી બહેન શ્વેતા સાથે ખાસ મેળ નથી. ઐશ્વર્યાના અમિતાભ બચ્ચન સાથેના સંબંધોમાં ખટાશ આવવાનું કારણ પણ શ્વેતાને માનવામાં આવે છે. પરિવારમાં શ્વેતાને મળતું માનપાન કે પછી સંપત્તિનો હિસ્સો કે પછી નાની મોટી ખટપટ ઐશ્વર્યાને ન ગમતી હોવાથી તે પરિવારથી અલગ રહેતી હોવાના, પતિ અભિષેકથી અલગ રહેતી હોવાની વાતો રોજ ચર્ચાઈ છે. આ બધા વચ્ચે શ્વેતાની દીકરીનો એક ઈન્ટરવ્યુ વાયરલ થયો છે, જેમાં તેણે મામાની દીકરી એટલે કે અભિ-એશની દીકરી આરાધ્યા વિશે મન મૂકીને વાત કરી છે અને પ્રેમ લૂંટાવ્યો છે અને પ્રશંસાનો વરસાદ વરસાવી દીધો છે.

શ્વેતાની દીકરી નવ્યા નવેલીને જ્યારે આરાધ્યા વિશે પૂછવામાં આવ્યું કે તું આરાધ્યાને શું સલાહ આપેછે ત્યારે તેણે કહ્યું કે આરાધ્યા 12 વર્ષની જ છે, પણ તે ખૂબ જ મેચ્યોર છે. તેને મારી સલાહની જરૂર નથી. તે દરેક વાતને મારા કરતાં સારી રીતે સમજે છે. આજની જનરેશનને દરેક વસ્તુનું એટલું જ્ઞાન છે કે તેમને સલાહ દેવા જેવું મારી પાસે કંઈ નથી. તેણે આરાધ્યાને ઈન્ટેલિજન્ટ પણ કહી હતી.

હવે નણંદ ભાભી વચ્ચે જે હોય તે પણ એક વાત સારી છે કે મામા-ફઈના છોકરાઓ વચ્ચે પ્રેમ છે હો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button