ઈવેન્ટ વચ્ચે કોણે સંભાળ્યો Aishwaryaનો ડ્રેસ? વીડિયો થયો વાઈરલ…
અહં… હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો તે અહીં બચ્ચન પરિવારના વહુરાણી Aishwarya Rai Bachchanની વાત થઈ રહી છે તો ભાઈ એવું નથી, અહીં વાત થઈ રહી છે Aishwarya Sharma-Neil Bhattની… ઐશ્વર્યા અને નીલ ટીવી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એડોરેબલ કપલમાંથી એક છે અને ઐશ્વર્યા માટે નીલનો પ્રેમ પણ એકદમ જગજાહેર છે.
હાલમાં જ આ કપલ Salman Khan Reality Tv Show Bigg Boss-17માં પણ જોવા મળ્યા હતા અને આ શો પર જે રીતે તેમણે વાઈફ ઐશ્વર્યા શર્માનું ધ્યાન રાખતો જોવા મળ્યો હતો એના સલમાન ખાને પણ વખાણ કર્યા હતા અને આ જોઈને જ તેમને આદર્શ પતિનો ટેગ આપવામાં આવ્યો હતો અને હવે ફરી એક વખત નીલ ભટ્ટે પરફેક્ટ પાર્ટનર અને આદર્શ પતિ તરીકેની મિસાલ કાયમ કરી છે અને ફેન્સે પણ નીલની આ હરકતથી ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયા છે.
વાત જાણે એમ છે કે ગઈકાલે ઐશ્વર્યા અને નીલ મુંબઈ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર આયોજિત મિસ વર્લ્ડ ઈવેન્ટમાં સામેલ થવા પહોંચ્યો છે. ઈવેન્ટમાં ઐશ્વર્યાએ સરસ વન ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો અને તેના આ ડ્રેસમાં લોન્ગ ટેલ પણ એટેચ્ડ કરવામાં આવી હતી.
પેપ્ઝને પોઝ આપતી વખતે, ચાલતી વખતે એક્ટ્રેસનો ડ્રેસ એના પગમાં અટવાતો જોઈને નીલ તરત જ એક આદર્શ પતિની જેમ પત્નીની વહારે આવ્યો હતો અને તે ઐશ્વર્યાનો ડ્રેસ સંભાળતો જોવા મળ્યો હતો. નીલ લોકોની ભીડ વચ્ચે ઐશ્વર્યાનો ડ્રેસ પકડીને ચાલતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ઐશ્વર્યા માટે નીલનો આ પ્રેમ જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ ગયા છે અને તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે પતિ હો તો નીલ જેવો…. બીજા એક યુઝરે લખ્યું હતું કે મેડ ફોર ઈચ અધર…