શું હંમેશ માટે અલગ થઈ જશે ઐશ્વર્યા અને…?? ગણેશ ચતુર્થી પર ડિવોર્સને લઈને આપ્યા… | મુંબઈ સમાચાર
મનોરંજન

શું હંમેશ માટે અલગ થઈ જશે ઐશ્વર્યા અને…?? ગણેશ ચતુર્થી પર ડિવોર્સને લઈને આપ્યા…

હેડિંગ વાંચીને જો તમે પણ વિચારી રહ્યા છો કે અહીં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન Abhishek Bachchan)ની વાત થઈ રહી છે તો એવું નથી. આ તો અહીં ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માની વાત થઈ રહી છે. ગુમ હૈ કિસી કે પ્યાર મેં ફેમ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ અવારનવાર કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતું રહે છે. છેલ્લાં કેટલાક સમયથી આ કપલ વચ્ચે પણ કંઈ ઠીક ના ચાલી રહ્યું હોવાનું અને ડિવોર્સ લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી હતી. હવે ગણેશ ચતુર્થી પર ઐશ્વર્યાએ કરેલી પોસ્ટને કારણે ફરી આ અફવાને જોર મળ્યું છે. ચાલો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-

ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું કપલ છે અને લગ્નના ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ રહ્યા હોય એવું લાગે છે. ઐશ્વર્યા છેલ્લાં કેટલાક સમય બીજા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. જોકે, તેણે સ્પષ્ટતા કરી હતી કે તે તેની કામની સમસ્યાને કારણે બીજા ઘરમાં શિફ્ટ થઈ છે. આ સિવાય ડિવોર્સની વાતો સાંભળીને એક્ટ્રેસે તેનું ખંડન કરતાં નેટિઝન્સ પર ગુસ્સો પણ કર્યો હતો.

હવે ઐશ્વર્યાની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેને કારણે ફરી એક વખત કપલ અલગ થઈ રહ્યું હોવાની વાતો જોર પકડી રહી છે. વાત જાણે એમ છે કે ઐશ્વર્યાએ પોતાના ઘરે ગણેશોત્સવની ઉજવણી કરી હતી. ઐશ્વર્યાએ બાપ્પા સાથે પોતાના ફોટો શેર કર્યા છે, પરંતુ આ તમામ ફોટોમાં ક્યાંય નીલ ભટ્ટ કે પરિવારના બીજા લોકો જોવા મળતા નથી.

ઐશ્વર્યાના એકલા બાપ્પા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, આ ફોટોમાં એક્ટ્રેસ એકલા જ બાપ્પાની પૂજા કરતી જોવા મળી રહી છે. આમાંથી કોઈ પણ ફોટોમાં નીલ નહોતો જોવા મળ્યો કે ન તો નીલને તેણે ટેગ કર્યો છે પોતાની પોસ્ટમાં.

ફેન્સ નીલની ગેરહાજરીને લઈને ચોંકી ઉઠ્યા હતા. કેટલાક યુઝર્સ ઐશ્વર્યાને સવાલ કરી રહ્યા છે કે શું ખરેખર તમારા ડિવોર્સ થઈ ગયા છે? નીલ ક્યાં છે? બીજા એક યુઝરે પૂછ્યું હતું કે તેં નીલ સાથેના ફોટો કેમ શેર નથી કર્યા?

અત્રે ઉલ્લેખનીય છે કે નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્માના લગ્નને ચાર વર્ષ પૂરા થયા છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું. ઐશ્વર્યા અને નીલ દબંગ સ્ટાર સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં પણ સાથે જોવા મળ્યા હતા. જોકે, ડિવોર્સની વાતોને લઈને કપલે હજી કંી પણ ખુલીને કહ્યું નથી.

આપણ વાંચો:  Viral Video: વિસર્જન દરમિયાન Radhika Merchant-Anant Ambaniએ સરેઆમ કરી એવી હરકત કે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button