ઐશ્વર્યા રાય પર આવી પડી આ આફત, વીડિયો વાઈરલ થતા ચાહકો ચિંતામાં

મુંબઈઃ બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો પરિવાર કોઈના કોઈ કારણસર ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં ઐશ્વર્યા રાય ચર્ચામાં આવી છે. અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની કારને અકસ્માતને લઈ ચાહકોએ ચિંતામાં મૂકાયા હતા. વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. જોકે, જાનહાનિના કોઈ સમાચાર નહીં મળતા ચાહકોમાં રાહતની લાગણી વ્યાપી હતી.
મુંબઈમાં આ અકસ્માત સાંજના સમયગાળા દરમિયાન થયો હોવાનું કહેવાય છે. ઐશ્વર્યાની કાર જૂહૂમાંથી પસાર થતી વખતે ખાતે બેસ્ટની બસે કારને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત પછી ઐશ્વર્યા રાયનો બોડીગાર્ડ કારમાંથી બહાર આવ્યો હતો. સદ્નસીબે કારને કોઈ મોટું નુકસાન થયું નહોતું, ત્યાર બાદ થોડા સમય પછી એ સ્થળેથી ઐશ્વર્યા રાયની કાર નીકળી ગઈ હતી, પરંતુ સૌથી મોટી એ વાત એ હતી કે કોઈને નુકસાન થયું નહોતું.
વાઈરલ વીડિયો અંગે યૂઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. એક યુઝરે લખ્યું- ઐશ્વર્યા રાય ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, પહેલા છૂટાછેડાની અફવાઓ અને હવે આ. બીજાએ યુઝરે લખ્યું હતું કે બેસ્ટની બસના ડ્રાઈવરોને પાઠ ભણાવવાનું જરુરી છે. જ્યારે એક યુઝરે લખ્યું- ભારતમાં બસના ડ્રાઈવરોને બસ ચાલવતા નથી આવડતી તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે ઐશ્વર્યા તો સુરક્ષિત છે.
આ પણ વાંચો: સોનુ સૂદની પત્ની અકસ્માતમાં થઈ ઘાયલ, ગાડીનો વળી ગયો કચ્ચરઘાણ
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય હાલમાં જ પોતાની અંગત જીવનને લઈને ચર્ચામાં હતી. એવા અહેવાલો હતા કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું અને બંને છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. જોકે થોડા સમય બાદ ઐશ્વર્યા અને અભિષેક સાથે જોવા મળ્યા હતા. અભિષેકે તેની વીંટી બતાવીને કહ્યું કે તે હજુ પરિણીત છે. અભિષેકે આ અફવાઓને ફગાવી દીધી હતી. બંને હજુ પણ સાથે છે.