ઐશ્વર્યા રાય કેમ ન બની આમિરની આ બે ફિલ્મોની હીરોઈનઃ ડિરેક્ટરે આટલા વર્ષે આપ્યું કારણ
આમિર ખાન, ટ્વિંકલ ખન્ના અને ફૈઝલ ખાનને ચમકાવતી ફિલ્મ ‘મેલા’એ હાલમાં જ 25 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ દર્શને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમા તેમણે આ ફિલ્મ સહિત તેમની બીજી ફિલ્મોની યાદોને પણ વાગોળી હતી.
ધર્મેશ દર્શન તેમની ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’, ધડકન, હા, મેંને ભી પ્યાર કિયા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે તેમની ફિલ્મ જોકે, તેમની ફિલ્મ ‘રાજા હિંદુસ્તાની’ અને ‘મેલા’ વિશે વાત કરી હતી. ધર્મેશ દર્શને એ સમયે એક સિક્રેટ ખોલતા જણાવ્યું હતું કે ‘રાજા હિંદુસ્તાની’ અને ‘મેલા’માં તેઓ પહેલા ઐશ્વર્યા રાયને કાસ્ટ કરવા માગતા હતા. આ બંને ફિલ્મ માટે તેમની પહેલી પસંદ ઐશ્વર્યા રાય હતી. તેઓ આમિર ખાન સામે ઐશ્વર્યાને લેવા માગતા હતા. તેમને આજ સુધી એ વાતનો વસવસો છે કે તેઓ ઐશ્વર્યાને કાસ્ટ નહીં કરી શક્યા.
આ પણ વાંચો: જ્યારે સોનિયા ગાંધીને મળી હતી મિસ વલ્ડ ઐશ્વર્યા રાય .. વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
તેમણે જણાવ્યું હતું કે તેઓ રાજા હિંદુસ્તાનીમાં આમિર ખાનની મેમસાબના રોલમાં ઐશ્વર્યાને લેવા માગતા હતા, પણ એ સમયે ઐશ્વર્યા રાયને મિસ વર્લ્ડની સ્પર્ધા માટે જવાનું હતું. તેઓ કોઇ રિસ્ક લેવા નહોતા માગતા. તેઓ કોઅ એવી હિરોઇનને જ લેવા માગતા હતા જે આ ફિલ્મ માટે પૂરો સમય આપે અને બલ્કમાં ડેટ આપીને શૂટ પૂરું કરી શકે. આ કારણે ઐશ્વર્યાની આ ફિલ્મમાંથી એક્ઝિટ થઇ અને પછી એને સ્થાને કરિશ્મા કપૂરને લેવામાં આવી. ફિલ્મ ઘણી જ હિટ થઇ ગઇ.
તેમણે ફિલ્મ મેલાની વાત કરતા પણ જણાવ્યું હતું કે મેલા ફિલ્મમાં તેમણે ઐશ્વર્યાને કેમિયો કરવા આપ્યો હતો અને આમિર ખાન સામે લીડ રોલમાં ટ્વિંકલ ખન્ના હતી. આ ફિલ્મથી જ આમિર ખાન તેના ભાઇ ફૈઝલ ખાનને ફિલ્મોમાં લાવ્યો હતો, પણ તેની ગાડી આગળ ચાલી નહીં. ફિલ્મ પણ ડિઝાસ્ટર રીતે ફ્લોપ ગઇ. આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્નાના અભિનય માટે પણ સવાલ ઉઠવા લાગ્યા હતા. લોકો પણ ઇચ્છતા હતા કે આ ફિલ્મમાં ઐશ્વર્યાને લીડ રોલમાં લેવી જોઇતી હતી.