Viral Video: સૂઝેલી આંખો, હાથ પર સોફ્ટ કાસ્ટિંગ? Aishwarya Rai-Bachchanને આ શું થયું?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishawarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તેમ છતાં કોઈને કોઈ કરણસર તે ચર્ચામાં રહે છે. હાલમાં તે તેના વૈવાહિક જીવનને કારણે લાઈમલાઈટમાં છે. ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) બોલીવૂડના મોસ્ટ ફેવરેટ કપલ્સમાંથી એક છે, પરંતુ હાલમાં તેમના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી પણ ડિવોર્સને લઈને કોઈ ખુલાસો કર્યો નથી. આ બધી ધમાલ વચ્ચે ઐશ્વર્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે સૂઝેલી આંખો અને હાથમાં ઈજા સાથે સ્ટેજ પર એવોર્ડ લેવા પહોંચે છે. ઐશ્વર્યાનો આ વીડિયો જોઈને નેટિઝન્સ ચોંકી ઉઠ્યા છે.
આ પણ વાંચો: લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો 24 વર્ષ પહેલાંનો એટલે કે 2000ની સાલમાં યોજાયેલા ફિલ્મફેયર એવોર્ડ ફંક્શનનો છે. આ એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યાને ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ સમયે સલમાન ખાન અને ઐશ્વર્યાના અફેયરની જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી. દિવંગત એક્ટ્રેસે ઐશ્વર્યાને એવોર્ડ મળ્યો હોવાની એનાઉન્સમેન્ટ કરી અને ઓડિયન્સમાં બેઠેલી ઐશ્વર્યા એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચી.
પરંતુ જેવી ઐશ્વર્યા સ્ટેજ પર પહોંચી ત્યારે તેની હાલત જોઈને તેના ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. ઐશ્વર્યાના હાથ પર સોફ્ટ કાસ્ટ લગાવવાાં આવી હતી અને આંખો પર થયેલી ઈજા છુપાવવા માટે ઐશ્વર્યાએ ગોગલ્સની મદદ લીધી હતી. એવોર્ડ લીધા બાદ ઐશ્વર્યાએ તેના માતા-પિતાનો આભાર માન્યો હતો અને તેની ઈજાનું કારણ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયે કોને આઁખ મારી રહી છે! અભિષેકનું શું થશે!
ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે એક અઠવાડિયા પહેલાં હું પડી ગઈ. એક નાનકડો એક્સિડન્ટ થયો. હું મારા ઘરની બહારના પગથિયા પરથી લપસી ગઈ. પરંતુ માતા-પિતા અને ભગવાનનો આભાર માનું છું કે બીજી કોઈ મોટી ઈજા ના થઈ કે ફ્રેક્ચર નથી થયું. લોકોએ મને કહ્યું કે ઈજા છતાં પણ તું આવી હાલતમાં અહીંયા કેમ આવી, પણ મારા માટે આ એક તક છે જેના માધ્યમથી મને ઈન્ડસ્ટ્રી અને પ્રેક્ષકોને થેન્ક્યુ કહેવાનો મોકો મળ્યો છે.