Paris Fashion Weekઃ ઐશ્વર્યાએ જે રીતે wardrobe malfunction મેનેજ કર્યું તે જોઈ બધા કહે છે કે…

લાલ લાલ ટમેટા જેવા બલૂન ગાઉનમાં જેમણે પણ ગઈકાલે ઐશ્વર્યા રાયને રેમ્પ વૉક કરતા જોઈ હશે તેમને દિવસો સુધી સપનામાં આ વિશ્વસુંદરી જ દેખાશે. એકદમ એલિગન્ટ અને ચાર્મિગ લૂકમાં એશએ રેમ્પ વૉક કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ચારેબાજુ તેનાં જ ફોટા અને વીડિયો વાયરલ થયા છે. એશની સુંદરતા વિશે કહેવા માટે શબ્દો ખૂટી જાય પણ રેમ્પ વૉક પર તેણે જે પ્રેઝન્ઝ ઑફ માઈન્ડ બતાવી અને ખૂબ જ સિફ્તાઈપૂર્વક wardrobe malfunctionને મેનેજ કર્યું તેને જોઈ બધા તેને બ્યૂટી વિથ બ્રેઈન કહી રહ્યા છે.
હકીકતમાં બન્યુ એવું કે એશએ જે રેડ બલૂન ગાઉન પહેર્યું હતું, તેની પાછળ લાંબી ટ્રેન (પાછળ લહેરાતો ભાગ) હતો, જેમાં બ્રાન્ડનું નામ લખ્યું હતું. એશ્વર્યાએ જ્યારે રેમ્પ વૉક શરૂ કર્યું તે પહેલા તે ટ્રેન અટેચ કરવામાં આવી, પણ તેણે જેવું ચાલવાનું શરૂ કર્યું કે તે સરકી ગઈ. સહેજે અસ્વસ્થ થયા વિના કોઈને ખબર ન પડે તેમ એશ ચાલતી ગઈ, લોકોને ફ્લાઈંગ કિસ આપતી ગઈ અને ચિયર્સ સાથે તેણે રેમ્પ વૉક પૂરો કર્યો. તે જ્યારે પાછી ફરી ત્યારે તેણે તે વૉક પાથ પર પડેલી ટ્રેન ઉઠાવી પોતાની મેળે અટેચ કરી.
ત્યારે અમુક લોકોના ધ્યાનમાં આવ્યું કે તે wardrobe malfunctionનો ભોગ બની છે. જોકે તમે વીડિયો જોશો તો એશના ચહેરા પર ક્યાંય તમને આ વાત દેખાશે નહીં. એશ માટે આ રીતે હુશ્નના જલવા વિખેરવા કંઈ નવી વાત નથી. તેની કરિયર જ મોડેલિંગથી શરૂ થઈ છે. મિસ વર્લ્ડ બન્યા પછી પણ ઈન્ટરનેશનલ ફેશન ઈવેન્ટ્સમાં તેણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે છેલ્લા થોડા સમયથી તે તેની ડ્રેસિંગ સેન્સને મામલે ટ્રોલ થઈ રહી હતી, પરંતુ રેડ ગાઉનમાં તેને જોતા ફરી તેના મસ્તાના રૂપના દિવાનાઓની લાઈન લાગી છે.