જ્યારે Aishwarya Rai-Bachchanને શ્રીદેવીએ ભેટમાં આપ્યો સુંદર હાર, રેખા સાથે છે ખાસ સંબંધ…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ઐશ્વર્યાના બચ્ચન પરિવાર સિવાય અનેક બીજા ખાસ સંબંધોને કારણે પણ અવારનવાર લાઈફલાઈટમાં રહેતી હોય છે. આજે અમે અહીં તમને ઐશ્વર્યાના આવા જ એક સંબંધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બોલીવૂડ એક્ટ્રેસ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર શ્રીદેવીની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. તેમણે પોતાના કરિયરમાં અનેક મહત્ત્વની ફિલ્મો આપી છે. શ્રીદેવી એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે ફેશન આઈકન પણ હતા. શ્રીદેવી અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા વચ્ચે ખાસ સંબંધો હતો. ઐશ્વર્યા દિગ્ગજ અદાકાર શ્રીદેવીને અક્કા (મોટી બહેન) માનતી હતી.
આ પણ વાંચો: સલમાને કહ્યું ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જાતને વધારે સુંદર માને છે, એને કહો કે…
ઐશ્વર્યા રાય-બચ્ચન અને શ્રીદેવીના સંબંધો ખૂબ જ સારા હતા અને આ સારા સંબંધોને કારણે શ્રીદેવીએ ઐશ્વર્યાને એક સુંદર હાર ભેટમાં આપ્યો હતો. શ્રીદેવીએ આ હાર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના રિસેપ્શન પર પહેર્યો હતો અને એની સાથે ડીપ બ્લ્યુ સાડી પહેરી હતી. શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂરે હાલમાં હોમ બાઉન્ડના સ્ક્રીનિંગ સમયે માતાનો આ લૂક કોપી કર્યો હતો, પરંતુ તેણે એ હાર નહોતો પહેર્યો જેને કારણે લોકોની નજરમાં આ હાર આવી ગયો હતો.
તમારી જાણ માટે કે આ હાર શ્રીદેવીએ પોતાની નાની બહેન ઐશ્વર્યાને ભેટમાં આપી દીધું હતું. ઐશ્વર્યાએ આ હાર શ્રીદેવીના નિધન બાદ તેમને ટ્રિબ્યુટ આપવા માટે અંબાણી પરિવારના ફંક્શનમાં પહેર્યો હતો. આ હાર શ્રીદેવી માટે ડિઝાઈનરક સબ્યસાચીએ ડિઝાઈન કર્યો હતો અને ઐશ્વર્યાને શ્રીદેવીએ તમિળ ફિલ્મ ઈરુવર માટે ગિફ્ટમાં આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: શ્રીદેવીએ દીકરીને આપી છે જબરજસ્ત સ્કીનકેર ટીપ્સ, તમે પણ અપવાનો અને ચમકો જાહ્નવી જેવા
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો સાઉથ ઈન્ડિયન ટ્રેડિશનના હિસાબે મોટી બહેન નાની બહેનને ભેટમાં કંઈકને કંઈક આપે છે. આ જ કારણે શ્રીદેવીએ ઐશ્વર્યાને આ હાર ભેટમાં આપ્યો હતો. જે રીતે ઐશ્વર્યા શ્રીદેવીને પોતાની મોટી બહેન માનતી હતી એ જ રીતે શ્રીદેવી ખુદ પણ બોલૂવીડના ઉમરાવ જાણ ગણાતા રેખાજીને પોતાના મોટા બહેન માનતી હતી અને રેખાએ પણ શ્રીદેવીને અનેક સાડીઓ ભેટમાં આપી હતી.