મનોરંજન

ઐશ્વર્યા રાય-બચ્ચનનો એ વીડિયો થઈ રહ્યો છે વાઈરલ, જોઈ

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચનની ગણતરી મલ્ટી ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. ઐશ્વર્યા રાય પોતાની સુંદરતાની સાથે સાથે પોતાની એક્ટિંગ સ્કીલથી પણ ફેન્સને ઘેલું લગાવે છે. પરંતુ આજે અમે અહીં તમને ઐશ્વર્યા રાય-બચ્ચનના એક હિડન ટેલેન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ ચોંકી કરશો. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય-બચ્ચનનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યાનું હિડન ટેલેન્ટ જોઈને ફેન્સ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચાલો જોઈએ એવું તે શું ખાસ છે આ વીડિયોમાં…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો આ વીડિયો એક જૂના અને બહુ ચર્ચિત ચેટ શો જીના ઈસી કા નામ હૈનો છે. આ શોના એક એપિસોડમાં ઐશ્વર્યા રાય તેનો કોએક્ટર ચંદ્રચૂડ સિંહ સાથે પહોંચી હતી. આ દરમિયાન હોસ્ટ ફારૂક શેખે જ્યારે મસ્તી કરી ત્યારે ચંદ્રચૂડ સિંહે એક મોટો ખુલાસો કર્યો હતો. આ શો પર જ ચંદ્રચૂડ સિંહે જણાવ્યું હતું કે ઐશ્વર્યા જેટલી સુંદર દેખાય છે, તેટલી જ સારી સિંગર પણ છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે ઐશ્વર્યાને ઘણી વાર ગાતા સાંભળી હતી.

હવે આ વાત સાંભળીને શો પર હાજર ઓડિયન્સ અને હોસ્ટની રિક્વેસ્ટ પર ઐશ્વર્યાએ તેની ડેબ્યૂ ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’નું લોકપ્રિય ગીત મેરી સાંસો મેં બસા હૈ તેરા હી એક નામ ગાઈને સંભળાવ્યું હતું. જોકે, આ ગીત ગાતી વખતે ઐશ્વર્યા થોડી શરમાઈ જાય છે અને હસી પડી હતી, પરંતુ બાદમાં ચંદ્રચૂડ સિંહે પણ તેને સાથ આપ્યો હતો.

સોશિયલ મીડિયા પર ફેન્સ આ વીડિયો જોઈને ચાહકો ઐશ્વર્યાની ગાયકીના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ફેન્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.

અત્રે ઉલ્લેખનીય છે છે કે ઐશ્વર્યા અને ચંદ્રચૂડ સિંહે વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘જોશ’માં એક સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે શાહરૂખ ખાન પણ મુખ્ય ભૂમિકામાં હતો. જોવાની વાત તો એ છે કે આ ફિલ્મમાં શાહરૂખ અને ઐશ્વર્યાએ ભાઈ-બહેનનો રોલ ભજવ્યો હતો, જ્યારે ચંદ્રચૂડ સિંહ ઐશ્વર્યાના પ્રેમી તરીકે જોવા મળ્યો હતો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button