મનોરંજન

Aishwarya Rai-Bachchanને કોણ રોકી રહ્યું છે Abhishek Bachchanથી ડિવોર્સ લેતા?

બોલીવૂડના પાવર કપલ્સમાંથી એક એવા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના ચાહકોની સંખ્યા ખૂબ જ મોટી છે. બંનેની જોડીને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. પરંતુ હાલમાં આ કપલને લઈને ખાસ કંઈ સારા સમાચાર સાંભળવા નથી મળી રહ્યા છે.

રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બચ્ચન પરિવારનું આ કપલ ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા જઈ રહ્યું છે. પરંતુ આજે આપણે અહીં એવા કારણ વિશે વાત કરીશું જે દર્શાવે છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન પણ હેપ્પી મેરિડ લાઈફ માટે તરસી રહી છે… ચાલો જોઈએ શું છે આ કારણ-

આ પણ વાંચો : Abhishek અને Aishwaryaના ડિવોર્સ વચ્ચે Amitabh Bachchanની પોસ્ટ સંબંધ બને છે અને…

એક સમયે ઐશ્વર્યા પાસે દુનિયાની તમામ ખુશીઓ હતી જેનું એક મહિલા સપનું જુએ છે. એક હસતો-ખેલતો પરિવાર હતો, પણ આ બધા વચ્ચે ડિવોર્સના સમાચારને કારણે આ પરિવાર ટુકડાઓમાં વિખેરાઈ ગયો છે, પરિવારના તમામ સભ્યો પરેશાન છે-

ડિવોર્સના રિપોર્ટ્સ વચ્ચે એવા અહેવાલો પણ આવી રહ્યા હતા કે ઐશ્વર્યા અને જયા બચ્ચન (Jaya Bachchan) વચ્ચે ખટાશ આવી ગઈ છે. આવી પરિસ્થિતિમાં ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લઈ શકે છે. પરંતુ ઐશ્વર્યા પોતાની દીકરી આરાધ્યા બચ્ચનને પૂરા પરિવારનો પ્રેમ આપવા માંગે છે, જે કદાચ છૂટાછેડા બાદ શક્ય નહીં બની શકે. પરિવાર ટૂકડાઓમાં વહેંચાઈ જશે. આરાધ્યાને ધ્યાનમાં લઈને પણ કદાચ ઐશ્વર્યા કે અભિષેક ડિવોર્સની જાહેરાત નથી કરી રહ્યા.

એક વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ઐશ્વર્યાને શરૂઆતથી જ ખૂબ પ્રેમથી રાખે છે. અમિતાભે ક્યારેય ઐશ્વર્યાને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે જ જોઈ છે. પોતાની મેરિડ લાઈફમાં આરાધ્યા પિતાના પ્રેમ માટે તરસી રહી છે. કદાચ આ જ કારણ છે કે ઐશ્વર્યા અભિષેક જ નહીં પણ બચ્ચન પરિવાર સાથેના સંબંધોનો અંત નથી લાવી રહી છે.

જયા બચ્ચન (Jaya Bachchan)ની જેમ જ નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan) સાથે પણ ઐશ્વર્યાને ખાસ કંઈ બનતું નથી. રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે શ્વેતાનું જલસામાં રહેવું ઐશ્વર્યાને ખાસ કંઈ પંસદ નથી.

રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો હાલમાં બચ્ચન પરિવારનો માહોલ ખાસ કંઈ સારો નથી. પાર્ટી અને ઈવેન્ટ્સમાં પણ ઐશ્વર્યા રાય-બચ્ચન અને બચ્ચન પરિવાર અલગ અલગ જ જોવા મળે છે. જોકે, કપલે હજી પણ ડિવોર્સ વિશે કોઈ જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…