મનોરંજન

સાથે દેખાયા Aishwarya Rai-Bachchan અને Jaya Bachchan, પછી જે થયું એ…

બચ્ચન પરિવાર (Bachchan Family)ની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે. પરંતુ આ મોસ્ટ પાવરફૂલ ફેમિલીમાં છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારી આંખો પણ ચોક્કસ જ પહોળી થઈ જશે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan) સાથે જોવા મળી રહ્યા છે. ચાલો જોઈએ શું છે ખાસ છે આ વીડિયોમાં

Also read : અભિનેત્રી ઈશા ગુપ્તા માતા સાથે મહાકુંભમાં પહોંચી, વ્યવસ્થા અંગે શું કહ્યું?

Click the photo see the full video instagram

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને જયા બચ્ચન સાથે જોવા મળી રહ્યા છે અને મજાની વાત તો એ છે કે જયા બચ્ચન આ વીડિયોમાં ખૂબ જ યંગ દેખાઈ રહ્યા છે. બંને આ વીડિયોમાં એકબીજાને સુંદરતામાં ટક્કર આપી રહ્યા છે. જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચેની નાની નાની નોંક ઝોકથી તો ફેન્સ પરીચિત છીએ. આ બધા વચ્ચે આ વીડિયો વાઈરલ થતાં ફેન્સની આંખો પહોળી થઈ ગઈ છે.

જોઈને જ ખ્યાલ આવે છે કે આ વીડિયો ખૂબ જ જૂનો છે અને તેને ઐશ્વર્યા રાયના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. અહીંયા તમારી જાણ માટે આ વીડિયોમાં ઐશ્વર્યા પણ ખૂબ જ અલગ અને યંગ દેખાઈ રહી છે. એવું લાગી રહ્યો છે આ વીડિયો તેના લગ્નના સમયનો છે. જોકે, લગ્નના થોડાક સમય બાદથી જ ઐશ્વર્યા અને જયા બચ્ચન વચ્ચેના ખટપટના સમાચારો સામે આવતા રહ્યા છે. બંનેની રિલેશનશિપ ખાસ કંઈ સારી નથી ચાલી રહી અને બંને જણ સાથે દેખાવવાનું પણ ટાળે છે.

વાત કરીએ જયા બચ્ચનની તો આ વીડિયોમાં જયા બચ્ચને સાડી પહેરી છે જ્યારે ઐશ્વર્યાએ મોર્ડન ડ્રેસ પહેર્યો છે. બંને એક સાથે ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. જોકે આ વીડિયો કઈ ઈવેન્ટનો છે એ તો જાણી શકાયું નથી, પરંતુ જેવો આ વીડિયો સામે આવ્યો કે ફેન્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.

Also read : 82 વર્ષના Amitabh Bachchanને શેર કરી પોતાની મુશ્કેલી, વીડિયો થયો વાઈરલ…

તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો અને તમારું શું માનવું છે એ અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી જણાવો-

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button