મનોરંજન

ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?

જયા બચ્ચન બોલિવૂડના જાણીતા અભિનેત્રી રહી ચૂક્યા છે. તેમણે બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેમની તમામ ફિલ્મોને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. દરેક લોકો જયા બચ્ચનનું ઘણું સન્માન કરે છે. તેઓ રાજકારણમાં પણ સક્રિય છે. જો કે, બચ્ચન પરિવાર આજકાલ ઘણીવાર ચર્ચામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં બધું સારું નથી ચાલી રહ્યું. હાલમાં જ જયા બચ્ચાને પરિવાર વિશે એક મોટો ખુલાસો કર્યો છે જેના કારણે મીડિયામાં આજ બાબતની ચર્ચા થઈ રહી છે. જયા બચ્ચનને કહ્યું છે કે ઐશ્વર્યા રાય આરાધ્યા બચ્ચનની માતા નથી, જેના કારણે હવે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે જયાં એ આવું કેમ કહ્યું.

આખી દુનિયાને જાણે છે કે ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની દીકરી માટે પોતાની કારકિર્દી પણ દાવ પર લગાવી દીધી છે, જેના કારણે દરેક લોકો એશ્વર્યાના વખાણ કરતા થાકતા નથી. લોકો એમ કહેતા હોય છે કે એશે માતા બનવાની ફરજ નિભાવી છે. એશ્વર્યાએ ઘણા વર્ષોથી ફિલ્મો કરી નથી, કારણ કે તે ફિલ્મથી દૂર રહીને પોતાની દીકરીનો ઉછેર કરી રહી છે. દરેક વ્યક્તિ તેને ફિલ્મમાં અભિનય કરતી જોવા માગે છે, પરંતુ એશ્વર્યા પોતાનું બધું ધ્યાન પોતાની પુત્રી પર જ લગાવી રહી છે, છતાં પણ જોયા બચ્ચને આવી વાત કહેતા લોકોમાં મોટી ચર્ચા જાગી છે. તો ચાલો આપણે જાણીએ કે જયા બચ્ચને તેમની પુત્રવધુ ઐશ્વર્યા માટે શું કહ્યું હતું.

જયા બચ્ચન સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે ઐશ્વર્યા જેવી માતા ક્યારેય જોઈ નહીં નથી અને તેના જેવી માતા કોઈ હોઇ જ નહીં શકે કારણ કે ઐશ્વર્યાએ પોતાની દીકરી માટે બધું જ છોડી દીધું છે. તેણે પોતાનું બધું જ ધ્યાન દીકરીના ઉછેર આપ્યું છે જેના માટે હવે દરેક જણ તેના વખાણ કરી રહ્યું છે. જયા બચ્ચનને કહ્યું છે કે તેઓ પહેલીવાર કોઈ એવી મહિલાને જોઈ રહ્યા છે જે તેના બાળક માટે બધું જ બલિદાન આપી શકે છે. જયા બચ્ચને પુત્રવધુ ઐશ્વર્યાની ભારોભાર પ્રશંસા કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker