મનોરંજન

ઐશ્વર્યા રાય હવે બચ્ચન નથી રહી? શું છે આ દાવા પાછળની હકીકત?

છેલ્લા થોડાક દિવસથી “જલસા” બંગલામાંથી આવી રહેલા સમાચારો વાંચીને એવું લાગી રહ્યું છે કે જલસા બિલકુલ જલસામાં નથી. એમાં પણ જ્યારથી બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને પ્રતિક્ષા બંગલો શ્વેતા બચ્ચન નંદાના નામે કર્યો છે ત્યારથી તો ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે સબ કુછ ઠીક નથી એવી ચર્ચા બી-ટાઉનમાં ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે.
એવી વાતો પણ સાંભળવા મળી રહી છે કે એશ અને અભિ બંને અલગ થઈ ગયા છે. એટલું જ નહીં છેલ્લાં કેટલાક સમયથી તો બંને જણ સાથે પણ નથી દેખાઈ રહ્યા.

હાલમાં ઐશ્વર્યા પિતાના જન્મદિવસ નિમિત્તે કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા પણ એમાં પણ અભિષેકની ગેરહાજરી પણ આંખે ઉડીને વળગી હતી. આ ઉપરાંત એશ તેની દિકરી આરાધ્યા સાથેના ફોટો પણ શેર કરતી હોય છે પણ એમાંથી પણ અભિષેક ગાયબ જ જોવા મળે છે.

હમણાં થોડાંક દિવસ પહેલાંની જ વાત કરીએ તો ઐશ્વર્યાએ પોતાનો જન્મદિવસ માતા અને આરાધ્યા સાથે જ ઉજવ્યો હતો. આ સિવાય દિવાળી વખતે પણ ઐશ્વર્યા અને આરાધ્યા જ એકલા આઉટ ઓફ મુંબઈ જતા રહ્યા હતા. દરમિયાન બચ્ચન પરિવારમાં દિવાળીમાં લક્ષ્મી પૂજન પણ એશની ગેરહાજરીમાં શ્વેતા જ કરતી જોવા મળી હતી અને એના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.

આ બધું જાણીને અને જોઈને લોકોને એવા સવાલો થઈ રહ્યા છે કે આખરે કેમ ઐશ્વર્યા અભિષેક બચ્ચન સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર નથી કરતી. કેટલાક લોકોનું તો એવું પણ માનવું છે કે એશ હવે તેની માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે અને તે બચ્ચન પરિવારથી દૂર દૂર જ રહેવાનું પસંદ કરતી જોવા મળી રહી છે. જોકે, આ પહેલાં પણ ઐશ્વર્યા અને સાસુ જયા બચ્ચન વચ્ચેની ખટપટની વાતો સાંભળવા મળતી જ હતી પણ હવે ઐશ્વર્યા અને અભિષેક છૂટા પડી ગયા છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો સમય આવ્યે જ ખબર પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button