Aishwarya Rai-Bachchanને કારણે અમિતાભ અને અભિષેક વચ્ચે પડી તિરાડ? શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…

બચ્ચન પરિવારની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે, પરંતુ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો આ પરિવાર પોતાના પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. હવે ઐશ્વર્યા રાયને કારણે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન અસહમતિ થઈ હતી, એવી વાત પણ સામે આવી રહી છે.
પરિવારના વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાની સુંદરતા અને અભિનયથી ગ્લોબલ લેવલ પર પણ પોતાની જાતને પુરવાર કરી છે. પરંતુ અમિતાભ બચ્ચને ઐશ્વર્યા રાય-બચ્ચનના હોલીવૂડ કરિયરને લઈને એવી વાત કહી હતી કે જેનાથી અભિષેક બચ્ચન સહમત નહોતો. આવો જોઈએ આખરે અમિતાભે એવું તે શું કહ્યું કે દીકરો જ પિતાની વાતથી અસહેમત થયો. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ-
ઐશ્વર્યા રાય-બચ્ચને બોલીવૂડ જ નહીં હોલીવૂડમાં પણ પોતાના દમદાર એક્ટિંગથી લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. હોલીવૂડમાં ઐશ્વર્યાની પહેલી ફિલ્મ બ્રાઈડ એન્ડ પ્રિજ્યુડિસ હતી. 2004માં આવેલી આ ફિલ્મ જેમ ઓસ્ટેનની ક્લાસિક નોવેલ પ્રાઈડ એન્ડ પ્રિજ્યુડિસનું રૂપાંતરણ હતું. બોલીવૂડમાં ઐશ્વર્યાનું આ હોલીવૂડ ડેબ્યુ ખૂબ જ ચર્ચાનું કારણ બન્યું હતું. બિગ બીએ પણ આના પર ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપી હતી.
2004માં જ્યારે કરણ જૌહરે તેમના શો કોફી વિથ કરણમાં ઐશ્વર્યાને આમંત્રણ આપ્યું હતું અને હોલીવૂડમાં કામ કરવા પર કલાકારોની પ્રતિક્રિયાનો એક મોન્ટાજ દેખાડ્યો હતો. આ વીડિયો આજે પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સેલેબ્સને પૂછવામાં આવ્યું હતું કે શું ઐશ્વર્યા હોલીવૂડમાં સફળ થશે? જેના પર અલગ અલગ સેલેબ્સની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ વીડિયોમાં બિગ બીનું રિએક્શન પણ છે.
બિગ બી આ વીડિયોમાં એવું કહેતા સાંભળવા મળે છે કે તે ચોક્કસ આગળ જશે, પણ ત્યાર બાદ એક મર્યાદા હશે. જ્યારે અભિષેકે પિતા અમિતાભની વાતથી અસહેમત નહોતા થતા. જુનિયર બચ્ચને જણાવ્યું હતું કે તે ખૂબ જ પ્રતિભાશાળી છે, સારી બિઝનેસવુમન છે અને કામ કરવા માટે એક અદ્ભુત વ્યક્તિ છે. જોકે, જ્યારે આ વાતો થઈ ત્યારે ઐશ્વર્યા બચ્ચન પરિવારની બહુરાણી નહોતી બની.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચેના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાથી અંતર રાખીને ચાલે છે. ઐશ્વર્યા દીકરી આરાધ્યા બચ્ચન સાથે પોતાની માતાના ઘરે રહે છે.
આપણ વાંચો: માસ્ક પહેરીને કોણ પહોંચ્યુ લાલબાગચા રાજાના દર્શને? TMKOC સાથે છે ખાસ કનેક્શન…