Aishwarya Rai-Bachchanની જિંદગી ખરાબ કરવામાં છે આ બે મહિલાઓનો હાથ, કોણે કર્યો આવો દાવો-
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollwood Actress Aishwarya Rai-Bachchan) અને બચ્ચન પરિવાર (Bachchan Family) વચ્ચેના વિખવાદ બાબતે દરરોજ નવા ખુલાસા થતાં જ હોય છે અને હવે આવો જ એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવી રહ્યો છે. આ ખુલાસામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઐશ્વર્યાની જિંદગી ખરાબ કરવામાં બે મહિલાઓનો હાથ છે. આવો જોઈએ કોણ છે આ બે મહિલાઓ અને કોણે કર્યો છે આ ખુલાસો…
વાત જાણે એમ છે કે હાલમાં જ અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્નમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે અલગ અલગ એન્ટ્રી મારી હતી. આ જોઈને ફરી એક વખત બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેનો વિખવાદ ચર્ચાનું કારણ બન્યું છે. આ ઈવેન્ટમાંથી ઐશ્વર્યા રાય-બચ્ચનના ચહેરા પરથી એ ખુશી ગાયબ જોવા મળી હતી અને આના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયો વાઈરલ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર જાત-જાતની અટકળો લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : Divorceના સમાચાર વચ્ચે Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan એક સાથે? આ શું થઈ રહ્યું છે…
આ વીડિયો વાઈરલ થતાં જ લોકોએ ઐશ્વર્યાના ચહેરા પરથી ગાયબ થયેલી આ સ્માઈલ માટે જયા બચ્ચનને જવાબદાર ગણાવ્યા હતા અને લોકોએ જયા બચ્ચનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે જ્યારે અનંત અને રાધિકાના લગ્નમાં પહોંચી હતી ત્યારે તે બચ્ચન પરિવાર સાથે હશે એવું કહેવાઈ રહ્યું હતું. પરંતુ એવું થયું નહીં અને ઐશ્વર્યાએ આ ઈવેન્ટમાં પણ બચ્ચન પરિવારથી દૂરી જાળવીને એકલા એન્ટ્રી લેવાનું પસંદ કર્યું હતું.
આ ઈવેન્ટમાં પહોંચેલી ઐશ્વર્યાની આંખોમાં એક અજીબ પ્રકારની ઉદાસી જોવા મળી હતી. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાય-બચ્ચનની જિંદગી ખરાબ કરવામાં સાસુ જયા બચ્ચન (Jaya Bachchan) અને નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો જ ફાળો છે. આ જ પ્રકારની અલગ અલગ પ્રકારની કમેન્ટ્સ નેટિઝન્સ કરી રહ્યા છે. એટલું જ નહીં ઐશ્વર્યા રાય-બચ્ચનના એકલવાયા જીવન માટે બચ્ચન પરિવારને જવાબદાર ઠેરવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી મતભેદ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ કપલ છુટાછેડા લઈ શકે છે. જોકે, હજી સુધી બચ્ચન પરિવાર કે ઐશ્વર્યાએ આ મામલે કોઈ પણ ખુલાસો કર્યો નથી.