મનોરંજન

Viral Video: Aishwarya Rai-Bachchan ના ફોનના વોલપેપર પર આ કોનો ફોટો?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલમાં જ ઐશ્વર્યા દુબઈમાં એક ઈવેન્ટ અટેન્ડ કરીને મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તેના એરપોર્ટ લૂકના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વાઈરલ વીડિયોમાં જ ઐશ્વર્યાના મોબાઈલના વોલપેપર પર કંઈક એવું જોવા મળ્યું હતું જેની ચર્ચા સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ હતું ઐશના વોલપેપર પર…

આ પણ વાંચો : Zahir Iqbalને લઈને પૂનમ સિન્હાએ કહી એવી વાત કે ઉડી ગયા Sonakshi Sinhaના ચહેરાના રંગ…

ઐશ્વર્યા રાય-બચ્ચન બુધવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી અને એ સમયે તેણે પેપ્ઝને ખૂબ જ ખુશ થઈને પોઝ પણ આપ્યા હતા. આ સમયના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. આ દરમિયાન લોકોની નજર ઐશ્વર્યાના ફોનના વોલપેપર પર ગઈ હતી.

આ જોઈને કેટલાક લોકો એવી અટકળો લગાવી રહ્યા હતા કે વોલપેપર પર ઐશ્વર્યાએ સસરા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો ફોટો મૂક્યો છે. પરંતુ બાદમાં ધ્યાનથી જોતા ખ્યાલ આવ્યો કે આ તો આરાધ્યાના બાળપણનો ફોટો છે જેમાં બંને જણ સાથે જોવા મળી રહ્યા છે. મોબાઈલના વોલપેપર પર દીકરી આરાધ્યાના બાળપણનો ફોટો જોવા મળતાં ફરી એક વખત મા-દીકરી વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડ હોવાની સાબિતી મળી છે. ઐશ્વર્યાનો આ વોલપેપર ખૂબ જ જૂનો છે અને નેટિઝન્સ તેના પર રિએક્શન આપી રહ્યા છે. એરપોર્ટ પર તેને રિસીવ કરવા માટે અભિષેક બચ્ચનની કાર આવી હતી.

ઐશ્વર્યાનો એરપોર્ટ લૂક જોઈને ફેન્સ તેનીસ સુંદરતાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. જોકે, તેમ છતાં ઐશ્વર્યા સાથે હંમેશા જોવા મળતી દીકરી આરાધ્યાની ગેરહાજરી નેટિઝન્સને ખટકી ગઈ હતી અને તેમણે આરાધ્યા ક્યાં છે એવો સવાલ પણ એક્ટ્રેસને કર્યો હતો.

આ પણ વાંચો : 11 વર્ષ પછી ઝરીના વહાબે જિયા ખાનના મૃત્યુ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના ડિવોર્સની વાતો જોરશોરથી ચાલી રહી છે, પરંતુ બંનેમાંથી કોઈએ આ વિળે ખુલીને કંઈ કહ્યું નથી. ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર એકબીજાથી ખૂબ સેફ ડિસ્ટન્સ રાખીને ચાલે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button