તો શું ઐશ્વર્યા રાયે બદલો લીધો? અંબાણીના આશિર્વાદ સમારોહમાં એવા વસ્ત્રો પરિધાન કર્યા કે…
![Aishwarya Rai anarkali look - Ambani celebration photos](/wp-content/uploads/2024/07/ashwariya-rai.webp)
છેલ્લા ઘણા સમયથી એશ્વર્યા રાયને લઈને અફવા બજારમાં ઘણું તેજ છે. હાલમાં જ ઐશ્વર્યા બચ્ચને પરિવાર સાથે ના જઈને અલગથી અંબાણીની ઇવેન્ટમાં સામેલ થઈ હતી ત્યારે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચેનો અણબનાવ અને તેમના ડિવોર્સની અફવા પાછી ચગવા માંડી હતી. આ બધા વચ્ચે ઐશ્વર્યાના લુકમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આશીર્વાદ સમારોહમાં ઐશ્વર્યા બ્લેક કલરનો પારંપરિક પરિધાન પહેરીને પહોંચી હતી, પરંતુ તેના આ ડ્રેસની નેકલાઈન ઘણી ડીપ હતી અને ઐશ્વર્યાએ પોતાની જાતને પાપારાઝી સામે જે રીતે કેરી કરી એ જોઈને એમ લાગતું હતું કે આ ઐશ્વર્યાનો રિવેન્જ ડ્રેસ છે.
હકીકતમાં રિવેન્જ ડ્રેસનો કોન્સેપ્ટ એ સમયે આવ્યો હતો જ્યારે તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સે તેમની પત્ની ડાયનાને દગો આપ્યો હોવાની વાત સ્વીકારી હતી અને એના તુરંત બાદ ડાયના એક અત્યંત લોકટ શોર્ટ ડ્રેસ પહેરીને ઇવેન્ટમાં પહોંચી ગઈ હતી. ત્યારબાદથી રિવેન્જ ડ્રેસનો કોન્સેપ્ટ દગા સાથે જોડી દેવામાં આવ્યો છે.
અનંત અને રાધિકાના આશીર્વાદ સમારોહમાં ઘણા મહાનુભાવ પહોંચ્યા હતા, પરંતુ જેવી ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનની એન્ટ્રી થઈ કે બધાનું ધ્યાન માત્ર ને માત્ર આ માદીકરીની જોડી પર જ કેન્દ્રિત થઈ ગયું હતું. બંનેએ એક સરખા કપડા પસંદ કર્યા હતા. માત્ર રંગ અને પેટર્ન અલગ અલગ જોવા મળ્યા હતા. ઐશ્વર્યાએ અનારકલી સૂટ પહેર્યો હતો. ઘણા લાંબા સમય બાદ ઐશ્વર્યા બ્લેક કલરના અનારકલી સૂટમાં જોવા મળી હતી.
| Also Read: Bachchan Family સાથેની દૂરીઓ વચ્ચે Aishwarya Rai-Bachchan કોને ગળે મળી?
સૂટની બોલ્ડ અને નેક્લાઇનને કારણે તે વધુ આકર્ષક દેખાઈ રહી હતી. ગુજરાતી પટોળા જેવા દેખાતા આ અનારકલી સૂટ પર રંગબેરંગી દોરાનું કામ કરવામાં આવ્યું હતું. એની અંદર સિક્વીન વર્ક અને ઘુટંણની નીચેના ભાગ પર પણ કામ કરવામાં આવ્યું હતું એને નેકલાઇન પણ આકર્ષક બનાવવામાં આવી હતી. આ અનારકલીની સાથે એશ્વર્યાએ કાળો દુપટ્ટો પહેર્યો હતો જે સાદો હતો પરંતુ તેની બોર્ડર બ્લુ પિન્ક થ્રેડવર્કથી શણગારેલી હતી.
એશ્વર્યાએ અનારકલીની સાથે નીલમણી અને પોલકીનો ડિઝાઈનર હાર પહેર્યો હતો અને બુટ્ટી, માંગ ટીકા અને વીંટી સાથે તેણે પોતાના લૂક કમ્પ્લીટ કર્યો હતો. એશ્વર્યાએ તેના વાળને બનમાં બાંધ્યા હતા અને વાળમાં ગજરા નાખીને તેને સુંદર દેખાવ આપ્યો હતો. જ્યારે આરાધ્યાએ ગુલાબી રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો અને પોતાની સાથે પોટલી બેગ કેરી કરી હતી. પિંક કલરના સેટમાં આરાધ્યા ઘણી ક્યુટ લાગી રહી હતી.