એશનો આ લુક કોઇને આવ્યો પસંદ તો કોઇને લાગ્યો જૂનો…

મુંબઇ: ઐશ્વર્યા રાય બચ્ચને પેરિસ ફેશન વીક 2023માં એક અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પેરિસમાં એક ઇવેન્ટમાં રેમ્પ વોક અને પ્રેસ મીટમાં ભાગ લેતી વખતે અભિનેત્રીના સુંદરતાએ લોકોને દિવાના બનાવી દીધા હતા. ત્યાં હાજર તમામ લોકોની નજર ફક્ત ઐશ્વર્યા પર ટકેલી હતી. પરંતુ કેટલાક લોકોએ તેના બ્લેક લુક પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે તે ટ્રોલીંગનો સામનો પણ કરવો પડ્યો હતો. જો કે ઐશ્વર્યા રાય બચ્ચનના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી. જોકે ઘણાએ તેની તુલના 11 વર્ષ જૂના લુક સાથે કરી હતી.

સોશિયલ મિડીયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન એક ઈવેન્ટ દરમિયાન બ્લેક બ્રેઝર ડ્રેસ અને વાઈડ બ્લેક પેન્ટ આઉટફિટમાં જોવા મળી હતી. આ લુક પર સફેદ મોતીની ડિઝાઇન પણ હતી, જેમાં તે સ્ટાઇલિશ અને ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જ્યારે ચાહકોએ ટિપ્પણીઓમાં હાર્ટ ઇમોજીસ સાથે તેના સુંદર દેખાવની પ્રશંસા કરી હતી, ત્યારે નેટીઝન્સે તેના પોશાકની ટીકા કરી હતી. 49 વર્ષની એક્ટ્રેસના વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, તે હવે પહેલા જેવી દેખાતી નથી. અન્ય યુઝરે લખ્યું હતું કે તેના ડિઝાઇનરને કાઢી મૂક બહુ બકવાસ ડ્રેસ બનાવ્યો છે.
તો વળી કોઇએ તેના આ લુકની તુલના અંદાજે 11 વર્ષ પહેલાના લુક સાથે કરી હતી જ્યારે એશનું પ્રેગનેન્સી બાદ વજન વધી ગયું હતું. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલવાન 2 માં જોવા મળી હતી, જે પોન્નીન સેલવાન 1 ની સિક્વલ હતી.
