મોડી રાતે Abhishek Bachchan વિના આ શું કરતી જોવા મળી Aishwarya Rai-Bachchan?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bacchan) છેલ્લાં કેટલાક સમયથી પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસ હાલમાં પેરિસ વીકમાં પોતાના હુસ્નનો જલવો બિખેરીને દીકરી આરાધ્યા સાથે મુંબઈમાં પાછી ફરી છે. પેપ્ઝે મોડી રાતે મા-દીકરીની જોડીને સ્પોટ કરી હતી, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યા છે.
પેરિસ ફેશન વીકમાં પોતાના હુસ્નનો જલવો બિખેર્યા બાદ ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે મુંબઈ પાછી ફરી છે. આ સમયે આરાધ્યા અને ઐશ્વર્યા રાય-બચ્ચને એક જેવા કપડાં પહેર્યા હતા. આરાધ્યાએ બ્લેક ટ્રાઉઝર અને હૂડી પહેરી હતી તો બીજી બાજું ઐશ્વર્યાએ લોન્ગ બ્લેક કોટ પહેર્યો હતો.
મોડી રાતે ઐશ્વર્યા પેપ્ઝને જોઈને ખથુશ થઈ ગઈ હતી અને તેણે પેપ્ઝ સાથે વાત પણ કરી હતી. આરાધ્યા પણ એકદમ હેપ્પી મૂડમાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યાએ પેરિસ ફેશન વીકમાં પોતાના લૂક અને રેમ્પ વોટથી ઐશ્વર્યાએ ફેન્સના દિલ જિતી લીધા હતા.
આ ઈવેન્ટમાં ઐશ્વર્યા સાથે આલિયા ભટ્ટે પણ ડેબ્યુ કરીને સ્ટેજ પર આગ લગાવી હતી. ઐશ્વર્યાએ મોડી રાતે પેપ્ઝને પોઝ આપીને તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. ઐશ્વર્યાનો આ નવો અવતાર જોઈને પેપ્ઝ અને ફેન્સ બંને ખુશ થઈ ગયા હતા.
દરમિયાન અનેક રિપોર્ટમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેક બંને ડિવોર્સ લઈ રહ્યા છે પરંતુ પેરિસ ફેશન વીકના જ એક ઈવેન્ટમાં ઐશ્વર્યાએ વેડિંગ રિંગ ફ્લોન્ટ કરીને લોકોના મોઢા બંધ કરી દીધા હતા અને ઐશ્વર્યાની આ હરકતથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ નથી લઈ રહ્યા… ફેન્સ માટે તો આ પણ એક ખુશીના જ સમાચાર છે ભાઈસાબ…
Also Read –