Aishwarya Rai-Bachchanએ કહ્યું જો મેં મિની સ્કર્ટ પહેર્યું હોત તો…
બોલીવૂડની આઈકોનિક ફિલ્મોની વાત થઈ રહી હોય અને એમાં કુછ કુછ હોતા હૈનો ઉલ્લેખ ના આવે તો જ નવાઈ. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે સાથે રાણી મુખર્જી અને કાજોલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે ટીનાના રોલ માટે રાણી મુખર્જી પહેલી પસંગ નહોતી? જી હા, ખુદ કરણ જોહર આ વાતનો ખુલાસો કરી ચૂક્યો છે કે આ રોલને એક-બે નહીં આઠ આઠ એક્ટ્રેસે ઠુકરાવ્યો હતો અને કદાચ એનું કારણે શોર્ટ સ્કર્ટ પહેરીને ટીના બનવાનું હોઈ શકે. આ આઠ એક્ટ્રેસમાં એક હતી બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન. આવો જોઈએ શું કહ્યું હતું ઐશ્વર્યાએ અને એને આ રોલ કરતાં કોનો ડર સતાવી રહ્યો હતો-
આ પણ વાંચો: એક સમય હતો જ્યારે ઐશ્વર્યાને સલમાન ખાન વિશે આમ કહ્યું હતું, જૂઓ વીડિયો
કરણ જોહરે ખુદ આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાય-બચ્ચન એક માત્ર એવી એક્ટ્રેસ હતી કે જેણે નરેશન સાંભળ્યા બાદ કોલ કર્યો હતો. ઐશ્વર્યાએ પણ એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કે કરણ જોહરે મને કોન્ટેક્ટ કર્યો હતો. પણ એને જે ડેટ્સ જોઈતી હતી એ ડેટ્સ હું આ અબ લૌટ ચલે ફિલ્મને આપી ચૂકી હતી. આ ઉપરાંત કુછ કુછ હોતા હૈ કાજોલની ફિલ્મ હતી અને એમાં કોઈ જ શંકા નથી કે રાણીએ આ ફિલ્મમાં ખૂબ જ સારું કામ કર્યું છે.
આ પણ વાંચો: Abhishek Bachchan એ કહ્યું ઐશ્વર્યાએ મને ફોન કરવો જ પડશે નહીં તો…
આગળ ઈન્ટરવ્યુમાં ઐશબેબીએ જણાવ્યું હતું કે જો મેં કુછ કુછ હોતા હૈ ફિલ્મ કરી હોત તો લોકો હસી હસીને ગાંડા થઈ ગયા હોત અને તેમણે એવું કહ્યું હતું કે જો ઐશ્વર્યા પાછું એ જ કરવા લાગી છે, જે તે પોતાના મોડેલિંગના દિવસોમાં કરતી હતી. વાળ સ્ટ્રેટનિંગ કરાવવા, શોર્ટ સ્કર્ટ પહેરવું અને કેમેરા સામે ગ્લેમરસ રીતે પાઉટ કરવું. અંતમાં હીરો પહેલાંથી વધારે રિયલ માણસ બને છે. મને ખબર છે કે જો મેં કુછ કુછ હોતા હૈ કરી હોત તો મને મારી દેવામાં આવી હોત. હવે ઐશ્વર્યાએ આ નિવેદન કયા સંદર્ભમાં આપ્યું હતું એ તો રામ જાણે પણ છે તો એકદમ ચોંકાવનારું અને શોકિંગ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એવી ચર્ચા ચાલી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લેશે, પરંતુ આ બાબતે બંનેમાંથી કોઈએ કંઈ ખુલાસો નથી કર્યો.