
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ગુરુવારે જ આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના સ્કુલના એન્યુઅલ ડેના ફંક્શનમાં ઐશ્વર્યા લાંબા સમય બાદ બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી અને એના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. દરમિયાન ફંક્શન પતાવીને આરાધ્યા જ્યારે મમ્મી-પપ્પા સાથે કારમાં જઈ રહી હતી ત્યારે પેપ્ઝની ફ્લેશલાઈટથી પરેશાન થઈ ગઈ હતી. પરંતુ મમ્મી ઐશ્વર્યા તરત જ આરાધ્યાની વહારે આવી હતી. આ સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, આવો જોઈએ આખરે એવું તે શું કર્યું ઐશ્વર્યાએ- ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન અણબનાવના સમાચારો વચ્ચે આરાધ્યાના એન્યુઅલ ડે પર બંને જણ સાથે જોવા મળ્યા હતા. આ જોઈને ફેન્સ એકદમ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક હાર્ટ ટચિંગ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સ્કુલ ફંક્શન પૂરું થયા બાદ ઐશ્વર્યા અને અભિષેક કારમાં ઘરે પાછા ફરી રહ્યા છે.
પેપ્ઝ ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેકની કારની સામે ઊભા રહીને ત્રણેયના ફોટો ક્લિક કરવા લાગે છે. એક સાથે કેમેરાની ફ્લેશ લાઈટ પડતાં આરાધ્યા હેરાન-પરેશાન થઈ ગઈ હતી. આરાધ્યાને અન્કમફર્ટેબલ જોઈને ઐશ્વર્યા તરત જ તેને પ્રોટેક્ટ કરતી જોવા મળી હતી અને તેણે આરાધ્યાની આંખો પર હાથ રાખી દીધો હતો, જેથી કેમેરાની ફ્લેશ તેની આંખો પર ના પડે. દીકરી આરાધ્યાને પ્રોટેક્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના પર અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
Also read: ઐશ્વર્યાને લઈને જયા બચ્ચને કર્યો ચોંકાવનારો ખુલાસો…
ફેન્સ મા-દીકરીનો આ બોન્ડ જોઈને તેમના પર વ્હાલ વરસાવી રહ્યા છે. તો કોઈ ઐશ્વર્યાને ઓવરપ્રોટેક્ટિવ મધર ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સનું એવું પણ કહેવું છે કે આરાધ્યા પોતે જ પોતાની આંખો કવર કરી શકે છે અને હવે તે મોટી થઈ ગઈ છે. જોકે, કેટલાક લોક ઐશ્વર્યાના સપોર્ટમાં છે અને તેઓ કહી રહ્યા છે મા તો મા હોય છે, તે હંમેશા પોતાના સંતાનોને પ્રોટેક્ટ કરે છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…