Paris Fashion Week: ઐશ્વર્યા રાય બચ્ચનનો 'રોયલ' લૂક, ડાયમંડ વર્ક આઉટફિટમાં ગ્રેસફૂલ રેમ્પ વોક… | મુંબઈ સમાચાર
મનોરંજન

Paris Fashion Week: ઐશ્વર્યા રાય બચ્ચનનો ‘રોયલ’ લૂક, ડાયમંડ વર્ક આઉટફિટમાં ગ્રેસફૂલ રેમ્પ વોક…

બોલીવૂડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય-બચ્ચને ફરી એક વખત સાબિત કરી આપ્યું છે કે ગ્લેમર અને ગ્રેસની બાબતમાં તેની કોઈ બરાબરી કરી શકે એમ નથી. એક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યાએ પેરિસ ફેશન વીક દરમિયાન પોતાની ગ્રેસફૂલ પ્રેઝસન્સથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આવા જ એક વીડિયોમાં ઐશ્વર્યા કોન્ફિડન્સ અને ઉત્સાહ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ બીજું શું ખાસ છે આ વીડિયોમાં…

હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન પેરિસ ફેશન વીક પહોંચી છે અને દર વખતની જેમ આરાધ્યા બચ્ચન પણ ઐશ્વર્યાની સાથે પેરિસ પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા બ્લેક કલરના એલિગન્ટ આઉટફિટમાં જોવા મળે છે. આઉટ ફીટ પર કરવામાં આવેલું ડાયમંડ વર્ક. આ લૂકને ઐશ્વર્યાએ હીરા અને પન્નાવાળા બ્રોચથી ખાસ બનાવ્યો હતો. આ સિવાય ક્લાસિકલ રેડ લિપ્સે ઐશ્વર્યાને લૂકને એક બોલ્ડ ટચ આપ્યો હતો, જેનાથી તે રોયલ અને ફેશનેબલ પણ દેખાઈ રહી હતી.

રેમ્પ વોક બાદ ઐશ્વર્યાએ અનેક ઈન્ટરનેશનલ સુપર મોડલ્સ અને એક્ટ્રેસ સાથે સ્ટેજ પર જોવા મળી હતી. આ સમયે તેનો મસ્તીભર્યો અંદાજ જોવા મળ્યો હતો અને એકથી એક ચઢિયાતા પોઝ પણ આપ્યા હતા. ઐશ્વર્યાએ પોતાના કોન્ફિડન્સ અને સિમ્પલિસિટીથી સાબિત કરી આપ્યું છે કે તે એક ગ્લોબલ આઈકન છે.

બેકસ્ટેજથી સામે આવેલા વીડિયોમાં ઐશ્વર્યા રેમ્પ વોકનું રિહર્સલ કરતી જોવા મળી રહી છે, જ્યાં તેણે બ્લ્યુ કલરના ટ્રેન્ચ કોટમાં એન્ટ્રી લીધી હતી. જેણે તેની વોટ અને ડ્રામા એડ કર્યું હતું. વીડિયોમાં આરાધ્યા પોતાની માતાની પાછળ પાછળ જતી જોવા મળી રહી છે અને તે તેની માતાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહી છે. માતા-દીકરીના આ સુંદર બોન્ડે ફેન્સના દિલ જિતી લીધા હતા.

આ ઈવેન્ટ દરમિયાન ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જૂની મિત્ર અને એક્ટ્રેસ ઈવા લોંગોરિયાને પણ મળી હતી. બંનેને ભીડમાં એકબીજાને ખૂબ જ હૂંફ અને ઉત્સાહથી મળે છે અને વાત કરે છે. ઐશ્વર્યા હાલમાં પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવતી રહે છે. હર હંમેશની જેમ ઐશ્વર્યાએ પોતાની સ્ટાઈલ, એલિગન્સ અને કરિશ્માએ બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

આ પણ વાંચો…સલમાને કહ્યું ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જાતને વધારે સુંદર માને છે, એને કહો કે…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button