Aishwarya Rai-Bachchanએ અભિષેક સાથેના સંબંધો પર આપી મોટી હિન્ટ, ખુશીથી ઉછળી પડશે ફેન્સ…
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ બધા વચ્ચે અભિષેક બચ્ચનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેણે પત્ની ઐશ્વર્યા રાયના ભરપૂર વખાણ કર્યા હતા તો ઐશ્વર્યા રાય-બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ પણ કપલની મેરિડ લાઈફની અલગ જ સ્ટોરી જણાવી રહ્યું છે. ચાલો તમને જણાવીએ શું છે ઈનસાઈડ સ્ટોરી-
વાત જાણે એમ છે કે છેલ્લાં બે-ત્રણ દિવસથી સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ પર એવી સ્ટોરી ચાલી રહી છે કે ઈન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા રાય-બચ્ચનના 14.3 મિલિયન ફોલોવર્સ છે, પણ ઐશ્વર્યા આ બધામાં ખાલી એક જ વ્યક્તિને ફોલો કરે છે અને એ વ્યક્તિ છે પતિ અભિષેક બચ્ચન. ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પડેલાં ભંગાણના સમાચારો વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન હજી પણ અભિષેક બચ્ચનને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે એ જાણીને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. આ જોઈને ફેન્સ એવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંકને ક્યાંક હજી પણ અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે સંબંધો સુધરવાની અપેક્ષા છે.
સોશિયલ મીડિયા પર નિમ્રત કૌર અને અભિષેક બચ્ચનનું અફેયરની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી હતી અને લોકોએ નિમ્રતને ટ્રોલ્સ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, આ બાબતે નિમ્રતે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે લોકો તો કંઈ પણ બોલશે, હું મારા કામ પર ફોકસ કરવા માંગું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લેવા જઈ રહ્યા છે અને બંને વચ્ચે કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું એવી અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, કપલે આ બાબતે હજી કંઈ પણ સ્પષ્ટતા કરી નથી અને તેઓ અવારનવાર પોતાના લગ્નજીવનમાં બધુ બરાબર છે એવું જણાવે છે.