ડિવોર્સને લઈને Aishwarya Rai-Bachchan એ આપ્યું રિએક્શન, કહ્યું એ વિશે…

બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના દાવા પણ અલગ અલગ રિપોર્ટમાં કરાઈ રહ્યા છે. જોકે, ડિવોર્સને લઈને ઐશ્વર્યાએ રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ ડિવોર્સને લઈને ઐશ્વર્યાએ શું કહ્યું છે…
Also read : અનંત અંબાણીના લગ્ન અંગે હવે કિમ કાર્દશિયને કરી ચોંકાવનારી વાતો, જાણો શું કહ્યું?
અહં… તમે જો વિચારી રહ્યા છો કે ઐશ્વર્યાએ તેના અને અભિષેકના ડિવોર્સને લઈને પ્રતિક્રિયા આપી છે તો બોસ એવું કંઈ નથી. એ મામલે તો એક્ટ્રેસે મગનું નામ મરી નથી પાડ્યું. આ તો અહીં વાત થઈ રહી છે 20 વર્ષ પહેલાં એક કાર્યક્રમમાં ઐશ્વર્યાએ ડિવોર્સને લઈને આપેલા રિએક્શનની વાત થઈ રહી છે.
વાત જાણે એમ છે કે 2005માં ઐશ્વર્યા રાય બચ્ચન ઓપરાહ વિનફ્રેના પોપ્યુલર ચેટ શોમાં પહોંચી હતી. આ શો પર ઐશ્વર્યા અમેરિકન અને ઈન્ડિયન કલ્ચર પર વાત કરતી જોવા મળી હતી. આ જ એપિસોડમાં ઐશ્વર્યાએ ડિવોર્સ પર વાત કરી હતી અને હવે ઐશ્વર્યાનું આ રિએક્શન વાઈરલ થઈ રહ્યું છે.
હોસ્ટ ઓપરાહ અમેરિકન મહિલાઓ વિશે ભારતીયોની સામાન્ય ધારણા વિશે વાત કરી હતી અને આ જ દરમિયાન તેમણે ઐશ્વર્યાને પૂછ્યું કે ભારતીયોને એવું લાગે છે કે અમેરિકામાં સૌથી વધારે ડિવોર્સ થાય છે? જેના જવાબમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે ઓહ… આના પર ચર્ચા કરી શકાય એમ છે.
Also read : અમિતાભ બચ્ચન દીકરા અભિષેક સાથે મળી સૌથી વધારે રોકાણ કરે છે આ સેક્ટરમાં અને કમાણી તો અધધધ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ કપલ ગણાય છે. પરંકુ 2024માં કપલ વચ્ચે પડેલાં ભંગાણના સમાચારથી ફેન્સને આંચકો લાગ્યો હતો. જોકે, આ બાબતે ઐશ્વર્યા કે અભિષેકે આ વિશે કંઈ પણ ખુલીને કહ્યું નથી.