Jaya Bachchan અને Abhishek Bachchan એવોર્ડ ફંક્શનમાં બિઝી હતા અને ઐશ્વર્યાએ કર્યું કંઈક એવું કે…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાં બચ્ચન પરિવારની ગણતરી કરવામાં આવે છે અને ગઈકાલે એટલે કે 11મી ઓક્ટોબરના રોજ પોતાનો 83મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અનેક મિત્રોએ સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યું હતું
જેમાં જેકી શ્રોફ, ફરાહ ખાન, મનિષ પોલ, અજય દેવગણ, ક્રિતી સેનન, શિલ્પા શેટ્ટી, પ્રભાસનો સમાવેશ થાય છે. દરમિયાન ગઈકાલે જ અમદાવાદ ખાતે યોજાયેલા ફિલ્મફેયર એવોર્ડ ફંક્શનમાં અભિષેક બચ્ચન અને જયા બચ્ચન વ્યસ્ત હતા અને અહીંયા વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચને કંઈક એવું કર્યું હતું કે જેની ચર્ચા થઈ રહી છે.
બચ્ચન પરિવારની વાત કરીએ તો છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચનના સંબંધો ચર્ચાનું કારણ બની રહ્યા છે. દરમિયાન ગઈકાલે અમિતાભ બચ્ચનનો 83મો જન્મદિવસ હતો અને આ સમયે ઐશ્વર્યાએ સસરાના જન્મદિવસે ખાસ પોસ્ટ શેર કરી છે જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફેન્સ કહી રહ્યા છે કે જયા બચ્ચન અને અભિષેક બચ્ચન અમદાવાદ ખાતે 70મા ફિલ્મફેયર એવોર્ડમાં બિઝી હતા અને અહીં ઐશ્વર્યાએ બિગ બીને બર્થડે વિશ કર્યું.
ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં જણાવ્યું હતું કે હેપ્પી બર્થડે પ્યારા દાદાજી. તમને અમારું ખૂબ જ પ્રેમ અને ભગવાનની કૃપા તમારા વરસતી રહે. આ સાથે કેક, ક્રાઉન, રેડ હાર્ટ અને ફૂલ જેવા ઈમોજી લગાવીને પોતાની ઈમોશન એક્સપ્રેસ કર્યા હતા. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે તમારા સાસરિયાવાળા લોકો તમને બર્થડે વિશ નથી કરતાં સોશિયલ મીડિયા પર તો તમે કેમ હંમેશા વિશ કરો છો? એમાં પણ ખાસ કરીને પતિ. એમના માટે પરિવાર સૌથી પહેલાં છે, તમે નહીં. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ આરાધ્યા, અભિષેક, અમિતાભ અને પોતાના માતા-પિતાના બર્થડે પર વિશ કરે છે, પણ ક્યારે જયા કે શ્વેતા માટે વિશ નથી કરતી.
ઐશ્વર્યાએ શેર કરેલી પોસ્ટમાં શેર કરવામાં આવેલો ફોટો. આ ફોટો ખૂબ જ જૂનો છે અને આરાધ્યા અને બિગ બી વચ્ચે ખાસ બોન્ડ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું. બચ્ચન પરિવાર ઐશ્વર્યાને એના જન્મદિવસ પર વિશ કરતી પોસ્ટ શેર નથી કરતો, પણ ઐશ્વર્યા હંમેશા જ બિગ બીના બર્થડે પર વિશ કરતી પોસ્ટ શેર કરતી હોય છે.
આ પણ વાંચો…જ્યારે અમિતાભના બર્થ ડે માં રેખા આમંત્રણ વિના દોડી આવી હતી, પછી જે થયું તે…