મનોરંજન

ડિવોર્સની વાતો વચ્ચે Aishwarya Rai-Bachchan આ કોની સાથે વેકેશન પર ઉપડી? Viral Video જોઈ લો…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે સૌથી વધુ ચર્ચામાં આવે છે. દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના એન્યુઅલ ડે પર ઐશ્વર્યા રાય લાંબા સમય બાદ બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી. ત્યારથી જ સોશિયલ મીડિયા પર જાત જાતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન પરી એક વખત સોશિયલ મીડ઼િયા પર ઐશ્વર્યા અને આરાધ્યાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે દીકરી આરાધ્યાનો હાથ પકડીને એરપોર્ટ પર જોવા મળી હતી. આ સમયે ઐશ્વર્યાનો લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આવો જોઈએ શું છે ખાસ ઐશ્વર્યાના લૂકમાં…

આ પણ વાંચો: દૂરિયાં નજદિકીયાં બન ગઇ….! છૂટાછેડાની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન કારમાંથી નીકળે છે છે અને પેપ્ઝને ગ્રીચ કરે છે. ઐશ્વર્યાએ આ સમયે બ્લેક કલરનો ટ્રેક સૂટ પહેર્યો હતો અને બ્લેક એન્ડ વ્હાઈટ શૂઝ પહેર્યા હતા. એક્ટ્રેસનો આ એરપોર્ટ લૂક નો મેકઅપ લૂક હતો. વાત કરીએ આરાધ્યાના લૂકની તો આરાધ્યા બચ્ચન પણ આ સમયે બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી અને વાળમાં હેરબેન્ડ અને સાઈડ બેગ પણ કેરી કરી હતી. જોકે, ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે ક્યાં જઈ રહી છે એ તો જાણી શકાયું નથી. પરંતુ કદાચ મા-દીકરીની આ જોડી વેકેશન પર જઈ રહી એવી અટકળો ફેન્સ લગાવી રહ્યા છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આરાધ્યા બચ્ચનનો સ્કુલમાં એન્યુઅલ ફંક્શન હતું અને આ ફંક્શનના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આરાધ્યાએ શાહરૂખ ખાનના નાના દીકરા અબરામ ખાન સાથે ક્રિસમસ વિળે પર્ફોર્મન્સ આપ્યું હતું. એ સમયે આરાધ્યા લાલ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: Amitabh Bachchanએ અભિષેક-ઐશ્વર્યાના ડિવોર્સને લઈને કરી સ્પષ્ટતા, પોસ્ટ કરીને કહ્યું…

આ ઈવેન્ટ પર લાંબા સમય બાદ ઐશ્વર્યા રાય પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળી હતી. જેના વીડિયો અને ફોટો અને સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા. આ જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા હતા આખરે બચ્ચન પરિવારમાં બધુ બરાબર છે…

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે લાંબા સમયથી કંઈક ઠીક નથી એવી ચર્ચા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. એટલું જ નહીં પણ બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી હતી, પરંતુ આ મામલે ઐશ્વર્યા-અભિષેક કે બચ્ચન પરિવારમાંથી કોઈએ કંઈ પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button