Aishwarya Rai Bachchanની ગેરહાજરી વચ્ચે Shweta Bachchanની પાર્ટીમાં આ કોણે લૂંટી લાઈમલાઈટ?
ગઈકાલે Shweta Bachchanએ પોતાનો 50મો જન્મદિવસ ઊજવ્યો અને તેની બર્થડે પાર્ટીમાં બી-ટાઉનના અનેક સેલિબ્રટીઝે હાજરી આપી હતી. પરંતુ તેમ છતાં લોકોને આ પાર્ટીમાં એક જણની કમી એકદમ ઊડીને આંખે વળગી હતી અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ Bachchan Familyની વહુરાણી Aishwarya Rai Bachchan અને તેની દીકરી Aradhya Bachchan હતી…
ઐશ્વર્યા અને આરાધ્યા બંને જણ શ્વેતાની આ બર્થડે પાર્ટીથી દૂર રહ્યા હતા પણ તેમ છતાં એક જણ એવું હતું કે જેણે પાર્ટીની લાઈમલાઈટ લૂંટી લીધી હતી અને એ વ્યક્તિ હતી Bollywood’s Actor Siddhant Chaturvedi… જી હા, શ્વેતાની બર્થડે પાર્ટીમાં નવ્યા નવેલીના આ રૂમર્ડ બોયફ્રેન્ડે હાજરી આપી હતી અને મહેફિલ લૂંટી લીધી હતી. સિદ્ધાંત ચતુર્વેદીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં સિદ્ધાંત કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે અને પાર્ટીમાં સિદ્ધાંત એકદમ ડેશિંગ લૂકમાં જોવા મળ્યો હતો. સફેટ શર્ટ અને મેચિંગ કેપમાં સિદ્ધાંત હેન્ડસમ લાગી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્ધાંત અને નવ્યા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, પણ બંનેમાંથી કોઈએ હજી સુધી આ બાબતે કંઈ ખૂલીને વાત નથી કરી.
પરંતુ સિદ્ધાંતે શ્વેતાની બર્થડે પાર્ટીમાં હાજરી આપીને ડેટિંગની અફવાઓને એકદમ તેજ બનાવી દીધી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાંત ચતુર્વેદી ફિલ્મ ગલી બોયમાં રણવીર સિંહ સાથે જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે દીપિકા પદૂકોણ સાથે પણ એક ફિલ્મ કરી હતી અને થોડાક સમય પહેલાં જ તે અનન્યા પાંડે સાથે ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્વેતા બચ્ચનની આ બર્થડે પાર્ટીમાં કરણ જોહર, જયા બચ્ચન, અમિતાભ બચ્ચન, ગૌરી ખાન અને સુહાના ખાન સહિતના અનેક સેલેબ્સે હાજરી આપી હતી. પરંતુ શ્વેતાનો ભાઈ Abhishek Bachchan, Aishwarya Rai Bachchan અને Aradhya Bachchan આ પાર્ટીમાં ગેરહાજર રહેતાં પરિવારમાં ભંગાણ પડ્યું હોવાની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે.