Abhishek Bachchan સાથેના ડિવોર્સ પર Aishwarya Rai-Bachchan એ કહ્યું કે જરા મુશ્કેલ છે અને… | મુંબઈ સમાચાર

Abhishek Bachchan સાથેના ડિવોર્સ પર Aishwarya Rai-Bachchan એ કહ્યું કે જરા મુશ્કેલ છે અને…

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલીવૂડની બ્યુટિફૂલ બેબ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) આજે 51મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ઐશ્વર્યા હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. હવે અભિષેક બચ્ચનનું નામ બી-ટાઉનની એક્ટ્રેસ નિમ્રત કૌર સાથે જોડાઈ રહ્યું છે, પણ ઐશ્વર્યાનું ડિવોર્સને લઈને આપેલું સ્ટેટમેન્ટ ખૂબ જ ચર્ચામાં છે, જે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.

આ પણ વાંચો : બિગ બી સામે મહિલા ગાવા લાગી પછી કંઈક એવું કર્યું કે…

સૂત્રોના જણાવ્યા અનુસાર આ પહેલાં પણ ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોમાં દરાર આવી હોવાના સમાચાર આવી ચૂક્યા છે, એ સમયે ઐશ્વર્યાએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે. વાત જાણે એમ છે કે 2009માં ઐશ્વર્યા અને અભિષેક બંને ઓપરા વિનફ્રેના પોપ્યુલર શોમાં પહોંચ્યા હતા અને આ એપિસોડમાં મુંબઈના જૂહુમાં તેમના લગ્નના ફૂટેજ દેખાડવામાં આવ્યા અને સવાલ પૂછવામાં આવ્યો કે લગ્ન એટલા લાંબા ચાલતા નથી તો તમારા લગ્નના ફંક્શન એટલો સમય કઈ રીતે ચાલ્યા. જેના જવાબમાં અભિષેક જણાવ્યું કે કઈ રીતે ભારતીય લગ્નની ઉજવણી સાતથી 10 દિવસ સુધી ચાલે છે.

આ પણ વાંચો : એક સમય હતો જ્યારે ઐશ્વર્યાને સલમાન ખાન વિશે આમ કહ્યું હતું, જૂઓ વીડિયો

અભિષેકના આ જવાબમાં ઓપ્રા કહે છે આટલા ભવ્ય લગ્ન બાદ ડિવોર્સ લેવાનું કેટલું અઘરું હોતું હશે તો એનો જવાબ ઐશ્વર્યાએ થોડા મજાકિયા અંદાજમાં આપ્યો. ઐશ્વર્યાએ કહ્યું હતું કે અમે લોકો એ વિળે વાચ પણ નથી કરતાં. ડિવોર્સનો વિચાર મનમાં લાવવાનો પ્રયાસ પણ નથી કરતાં.

આ પણ વાંચો : સોહેલ ખાને કહ્યું કે એશની આ વાત સલમાનને ખટકતી હતી…

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાય ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્નને લઈને જાત જાતની વાતો થઈ રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સ લેશે, પરંતુ આ વિશે બંનેમાંથી કોઈએ કંઈ પણ ખુલીને કહ્યું નથી અને એથી વિપરીત તેઓ જ્યારે પણ મોકો મળે ત્યારે તેમની વચ્ચે વધું બરાબર છે એ દેખાડવાનો પ્રયાસ કરતાં હોય છે. ખેર, હકીકત જે પણ હોય એ પણ આપણે આજે ઐશ્વર્યાને એના જન્મદિવસે તેમના જીવનમાં ઢગલો ખુશીઓ અને આનંદની ક્ષણો આવે એવી શુભેચ્છા પાઠવીએ…

સંબંધિત લેખો

Back to top button