કોણ છે એ એક વ્યક્તિને જેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે Aishwarya Rai-Bachchan? નામ જાણીને ચોંકી ઉઠશો

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં અભિષેક બચ્ચન સાથેના ડિવોર્સની અફવાઓને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર દરરોજ બંનેના ડિવોર્સને લઈને જાત જાતની વાતો થતી હોય છે. પોતાની લાજવાબ સુંદરતા અને દમદાર એક્ટિંગને કારણે પૂરી દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડનારી ઐશ્વર્યા રાયની ફેન ફોલોઈંગ એકદમ દમદાર છે. સોશિયલ મીડિયા પર તો ઐશ્વર્યાને 14 મિલિયન કરતાં વધુ લોકો ફોલો કરે છે, પરંતુ તમને ખબર છે કે ઐશ્વર્યા એક જ વ્યક્તિને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે? ચોંકી ગયા ને? કોણ છે એ એક વ્યક્તિ, જાણવાની તાલાવેલી થઈ ગઈ ને? ચાલો તમને જણાવીએ…

તમારી જાણ માટે ઐશ્વર્યા રાય-બચ્ચન ઈન્સ્ટાગ્રામ પર એક જ વ્યક્તિને ફોલો કરે છે અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પતિ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) છે. ઐશ્વર્યા રાય-બચ્ચન 14.3 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે અને ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર અભિષેક બચ્ચનને ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાએ પતિ અભિષેક બચ્ચન સાથેના અનેક ફોટો શેર કરી ચૂકી છે.

આ પણ વાંચો…..Abhishek Bachchan પહેલાં આ જાણીતા ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે Nimrat Kaurનું નામ…
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા છેલ્લાં કેટલાક સમયથી સાસરિયાઓ અને પતિથી દૂર પોતાની માતાના ઘરે રહે છે અને ત્યારથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે અને આ જ કારણે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન અલગ અલગ રહે છે. જોકે, બંને જણ તેઓ હજી પણ સાથે છે એ દર્શાવવા માટે વેડિંગ રિંગ્સ ફ્લોન્ટ કરે છે કે પછી ઈન્ટરવ્યુમાં આ પ્રકારના ખુલાસા કરતાં હોય છે.
હાલમાં જ બિગ બીના બર્થડે વિશના વીડિયોમાંથી જમાઈ નિખિલ નંદા અને વહુ ઐશ્વર્યા ગાયબ દેખાતા ફરી એક વખત ડિવોર્સની ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ આ બાબતે ઐશ્વર્યા, અભિષેક કે બચ્ચન પરિવાર દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી, જેને કારણે ફેન્સ વધારે જ ગૂંચવણમાં હોય એવું લાગે છે.