મનોરંજન

કોણ છે એ ત્રણ જણ જે Aishwarya Rai Bachchan માટે મહત્વના છે? જેમના હોવાથી માત્રથી જ…

બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના લગ્નજીવનમાં પડેલા ભંગાણને કારણે લાઈમ લાઈટમાં રહે છે. હાલમાં જ પહેલી નવેમ્બરના ઐશ્વર્યાએ પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો અને એ સમયે જ સોશિયલ મીડિયા પર લગ્ન બાદ ઐશ્વર્યાના પહેલાં જન્મદિવસનો એક કિસ્સો વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું છે એ કિસ્સો અને કોણ છે એ ત્રણ ખાસ વ્યક્તિઓ કે જેમના હોવાથી ઐશ્વર્યાને લાગે છે કે તેનું જીવન સંપૂર્ણ છે.

આ પણ વાંચો : Abhishek Bachchan એ પોસ્ટ કરી કહ્યું હા, હું ડિવોર્સ લઈ રહ્યો છું….

2007માં ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયા, કપલને એક સુંદર દીકરી છે આરાધ્યા… 2007માં જ ઐશ્વર્યાએ લગ્ન બાદ પોતાનો પહેલો જન્મદિવસ આગ્રાના તાજમહેલ ખાતે સેલિબ્રેટ કર્યો હતો. એ સમયે તેની સાથે સાસુ જયા બચ્ચન, સસરા અમિતાભ બચ્ચન અને પતિ અભિષેક સાથે હતા. વાત જાણે એમ છે કે એ સમયે એક એડ શૂટ માટે અભિષેક આગ્રામાં હતો એટલે ઐશ્વર્યા પણ સાસુ સસરા સાથે ત્યાં પહોંચી ગઈ. મારા માટે તાજ મહેલ ખાતે મારો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરવો એ ખરેખર ખૂબ જ ખાસ વાત હતી. ત્યાં ભીડ હતી, પણ બધું એકદમ પરફેક્ટ હતું.

ઐશ્વર્યાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે લગ્ન બાદ આ મારો પહેલો જન્મદિવસ હતો અને ત્રણેય જણે મળીને મારા આ ખાસ દિવસને વધુ ખાસ બનાવ્યો હતો. મારા જન્મદિવસ પર હું ત્રણ જ લોકો સાથે હતી અને આ ત્રણ જણ જ મારું આખું જીવન છે.

આજે ભલે ઐશ્વર્યા સાસુ સસરા અને પતિ સાથે એક સારો બોન્ડ નથી શેર કરતી, પણ એક સમય હતો કે જ્યારે ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે ખૂબ જ સારા બોન્ડ શેર કરતી હતી અને એના પુરાવા પણ સમય સમય જાહેરમાં જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Abhishek Bachchan સાથેના ડિવોર્સ પર Aishwarya Rai-Bachchan એ કહ્યું કે જરા મુશ્કેલ છે અને…

વાત કરીએ હાલમાં બર્થ-ડેની તો આ વખતે ઐશ્વર્યા રાયે પોતાનો જન્મદિવસ સાસરિયાઓથી દુર પોતાની માતાના ઘરે દીકરી આરાધ્યા સાથે સેલિબ્રેટ કર્યો હતો. બચ્ચન પરિવારના કોઈ પણ સભ્યએ ઐશ્વર્યાને શુભેચ્છા આપતી પોસ્ટ નહોતી કરી, જેને કારણે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે ભંગાણ પડ્યું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker