Aishwarya Rai-Bachchan સાથેના ડિવોર્સની અફવા વચ્ચે અભિષેકે કહ્યું હું ખૂબ જ લકી છું…
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સને કારણે અને તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકને કારણે લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે અભિષેકનો એક ઈન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે મમ્મી જયા બચ્ચન (Jaya Bachchan) અને પત્ની ઐશ્વર્યાના વખાણ કરતો જોવા મળ્યો છે. આ સાથે સાથે તેણે એવું પણ કહ્યું હતું કે પિતા પણ સંતાનો માટે ઘણું બધું કરે છે, પણ તેમને એ વસ્તુ જતાવવાનું નથી આવડતું.
અભિષેક બચ્ચનની ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન ના કરી શકી હોય પણ તેની એક્ટિંગને તો લોકોએ ખૂબ જ વખાણી છે. તેમણે એક અખબાર સાથે વાત કરતાં માતા જયા અને પત્ની ઐશ્વર્યાના વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે હું જ્યારે જન્મ્યો તો મારી મમ્મીએ એક્ટિંગ બંધ કરી દીધી, કારણ કે તે તેના સંતાનો સાથે સમય પસાર કરવા માંગતી હતી. તેણે અમને અમારા પિતા અમારી આસપાસમાં નથી એની કમી ક્યારેય નથી વર્તાવા દીધી.
આ જ ઈન્ટરવ્યુમાં તેણે પત્ની ઐશ્વર્યાના વખાણ કરતાં જણાવ્યું હતું કે હું મારા ઘરે ખૂબ જ લકી છું. હું બહાર જઈને ફિલ્મો કરી શકું છું, કારણ કે મને ખબર છે કે ઐશ્વર્યા ઘરે અમારી દીકરી આરાધ્યા સાથે છે. હું આ વાત માટે એનો આભાર માનું છું. પરંતુ હું નથી માનતો કે સંતાનો આ રીતે જુએ છે. તેઓ તમને પોતાના થર્ડ પર્સન નહીં પણ પોતાના ફર્સ્ટ પર્સન તરીકે જુએ છે.
આ પણ વાંચો : હેં, Aishwarya Rai-Bachchan-Salman Khan સાથે આવ્યા, વીડિયો થયો વાઈરલ…
અભિષેકે એવું પણ જમાવ્યું હતું કે પેરેન્ટ હોવાના નાતે તમે તમારા સંતાનોને ખૂબ જ પ્રેરણા આપો છે. સંતાન માટે તમે મોટામાં મોટો પહાડ પણ ચઢી જાવ છો. હું આ વાત માતા અને મહિલાઓ માટે ખૂબ જ માન-સન્માનથી કહી રહ્યો છું. હું ખરેખર ખૂબ જ લકી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ આ બાબતે ખુલીને કંઈ કહ્યું નથી,