Divorce Rumors વચ્ચે Aishwarya Rai-Bachchanએ કોને કહ્યું તું મારી આત્મા છે, હું તારા માટે…
છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન ડિવોર્સની અફવા (Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan Divorce Rumors)ને કારણે લાઈમલાઈટમાં રહે છે. દરમિયાન ઐશ્વર્યા રાયનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એવું કહેતાં સાંભળવા મળી રહી છે કે તું મારી આત્મા છે અને હું તારા માટે જ શ્વાસ લઉં છું. જો તમે એવું વિચારી રહ્યા છે ઐશ આવું પતિ અભિષેક બચ્ચન માટે કે માતા વૃંદા રાય માટે બોલી રહી છે તો એવું નથી બોસ. આવો જોઈએ આખરે કોણ છે એ શખ્સ કે જે ઐશ માટે આટલું ખાસ છે?
ઐશ્વર્યા રાય-બચ્ચનનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ના બોન્ડ વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું મા-દીકરી વચ્ચે ગાઢ સંબંધ છે. આરાધ્યાથી જ મારો દિવસ શરૂ થાય છે અને પૂરો થાય છે. એટલું જ નહીં પણ ઐશ્વર્યા જ્યારે પણ સોશિયલ મીડિયા પર આરાધ્યા માટે કોઈ પોસ્ટ કરે છે તો તેમાં એ ચોક્કસ એક વાત લખે છે કે તે આરાધ્યાને અનકંડિશનલ લવ કરે છે અને તે એના માટે જ શ્વાસ લે છે, તે એની આત્મા છે.
આ જ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ આગળ લખ્યું હતું કે તેના માટે દુનિયા એ દિવસે બદલાઈ ગઈ હતી જે દિવસે આરાધ્યાનો જન્મ થયો હતો. હું આરાધ્યા સાથે જે દુનિયામાં રહું એ જ રિયાલિટી છે અને બાકી બધું તો સેકેન્ડરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા જ્યાં જાય ત્યાં તે આરાધ્યાને સાથે લઈને જાય છે. ઐશ્વર્યા આવું એટલા માટે કરે છે કે જેથી આરાધ્યા તેની મલ્ટિ ટાસ્કિંગ લાઈફનો હિસ્સો બની જાય. ઐશ્વર્યાએ બાકી સેલેબ્સની જેમ ક્યારેય પોતાની દીકરી માટે નેની નથી હાયર નથી કરી હતી, બસ એક હેલ્પર હતી જે મારા કામમાં મને મદદ કરતી હતી.
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai-Bachchan And Abhishek Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. એવી ચર્ચા ચાલી રહી છે કે બંને જણ છુટાછેડા લેવા જઈ રહ્યા છે.