Aishwaryaને એવોર્ડ મળતાં જ દીકરી Aaradhya Bachchanએ કર્યું કંઈક એવું કે…

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે, એમાં પણ છેલ્લાં કેટલાક સમયથી તો ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના ડિવોર્સના રિપોર્ટ્સથી અફવાઓનું બજાર એકદમ ગરમાગરમ છે… હાલમાં જ ઐશ્વર્યા દીકરી આરાધ્યા બચ્ચન સાથે એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા દુબઈ પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં મમ્મી ઐશ્વર્યાને એવોર્ડ મળતા જ આરાધ્યાના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલું જ નહીં તેણે આ ક્ષણ પોતાના કેમેરમાં કેદ કરી લીધી હતી.
દુબઈમાં યોજાયેલા એસઆઈઆઈએમએ 2024માં ઐશ્વર્યાને તેની ફિલ્મ પોન્નિયન સેલવન-2ના શાનદાર અભિનય માટે બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો હતો. એક્ટ્રેસે મણિરત્નમની ફિલ્મમાં નંદિનીનો રોલ કરીને લાખો દર્શકોના દિલ જિતી લીધા હતા અને હવે તેને આ સન્માનમાં મળ્યું હતું.
આ એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. મમ્મીની જેમ જ આરાધ્યા પણ એકદમ કમાલની લાગી રહી હતી. એવોર્ડ મળ્યા બાદ ઐશ્વર્યાએ એક એવોર્ડ વિનિંગ સ્પીચ પણ આપી હતી, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ સ્પીચ લોકોને સ્પર્શી રહી છે. વીડિયોમાં આરાધ્યા મમ્મીના ફોટો ક્લિક કરતી જોવા મળી રહી છ અને એક્સાઈટેડ પણ લાગી રહી છે.

ઐશ્વર્યાએ એવોર્ડ મળ્યા બાદ સ્પીચમાં જણાવ્યું હતું કે મને એવોર્ડ આપવા માટે એસઆઈઆઈએમએનો ખૂબ ખૂબ આભાર. મારા માટે આ ખૂબ જ મહત્વનું છે કારણ કે આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. ઐશ્વર્યાએ આ સમયે બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યો હતો જ્યારે આરાધ્યા બ્લેક અને સિલ્વર શિમરી આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ વેન્યુની બહાર ફેન્સ સાથે ખૂબ સેલ્ફી પણ કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોન્નિયન સેલવન 2માં ઐશ્વર્યા રાય-બચ્ચનનો ડબલ રોલમાં જોવા મળી હતી. નંદિની અને મંદાકિની દેવીના રૂપમાં ઐશ્વર્યાએ શાનદાર અભિનય કર્યો હતો આ ફિલ્મ તમિળ નોવેલ પરથી બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા સિવાય કાર્થી, જયમ રવિ, તૃષા, જયરામસ પ્રભુ, આર. સરથકુમાર, શોભિતા ધૂલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને પાર્થિબન પણ જોવા મળ્યા હતા.