મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Abhishek Bachchanથી દૂર આવી હાલત થઈ Aishwarya Rai-Bachchan અને આરાધ્યાની…

હાલમાં બચ્ચન પરિવાર અને એમાં પણ ખાસ કરીને Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanના ડિવોર્સની અફવાઓ એકદમ જોરશોરથી ચાલી રહી છે. જોકે, હવે આ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને આરાધ્યાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને જણ લોકોની ભીડ વચ્ચે, ગરમીથી પરેશાન નો મેકઅપ લૂકમાં જોવા મળી રહી છે. આરાધ્યા અત્યારથી જ પેપ્ઝની ફેવરેટ બની ગઈ છે. ઐશ્વર્યાની જેમ જ આરાધ્યાની પણ એક ઝલક મેળવવા માટે ફેન્સ એકદમ આતુર હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટોમાં ઐશ્વર્યા અને આરાધ્યાની હાલત જોઈને નેટિઝન્સ ચિંતામાં પડી ગયા છે. આવો જોઈએ આખરે શું થયું ઐશ્વર્યા અને આરાધ્યા સાથે-

વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન ગઈકાલે રાતે દીકરી આરાધ્યા અને માતા વૃંદા સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી અને એ સમયે તે ભીડથી ઘેરાઈ ગઈ હતી. ગણપતિ પંડાલથી આરાધ્યા અને ઐશ્વર્યાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ સમયે મા-દીકરી બંને દેસી અંદાજમાં જોવા મળી હતી.

યેલો ડ્રેસમાં આરાધ્યા હર હંમેશની જેમ ક્યુટ લાગી રહી હતી. આ ડ્રેસ સાથે તેણે દુપટ્ટો પણ કેરી કર્યો હતો. આરાધ્યાએ હળવો મેકઅપ કર્યો હતો અને ડ્રેસ સાથે મેચિંગ બંગડીઓ પણ તેણે પહેરે હતી. આરાધ્યાની બદલાયેલી હેરસ્ટાઈલમાં તે વધારે ક્યુટ લાગી રહી છે. આરાધ્યાને દેસી લૂકમાં જોઈને ફેન્સ તેના પરથી નજરો હટાવી શક્યા નહોતા. આ સમયે ઐશ્વર્યાએ પિંક સૂટ પહેર્યો હતો અને લાઈટ મેકઅપ અને ઓપન હેરમાં આરાધ્યા એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી.

ભીડની વચ્ચે ઐશ્વર્યા દીકરી આરાધ્યા અને મમ્મી વૃંદાને પ્રોટેક્ટ કરતી જોવા મળી હતી અને કાર આવતા જ તેણે પહેલાં માતાને કારમાં બેસાડી અને બાદમાં તે ખુદ કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button