મનોરંજન

Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…

Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…
ફિલ્મ ઈન્ડસ્ટ્રી એ એક એવી દુનિયા છે જ્યાં એક સેકન્ડમાં વર્ષોના સંબંધો બદલાઈ જાય છે અને વર્ષો જૂના મિત્રો પળવાર જાની દુશ્મન બની જાય છે તો વર્ષોના જાની દુશ્મન એક સેકન્ડમાં બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. આવી જ કંઈક ગાઢ મિત્રતા હતી બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને એક્ટ્રેસ રાણી મુખર્જી (Rani Mukherjee) વચ્ચે. પરંતુ આ બંનેની મિત્રતા ફાચર પાડવાનું કામ કર્યું બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan)એ. આવો જોઈએ આખરે કઈ રીતે સલમાને ઐશ્વર્યા અને રાણી વચ્ચે ફૂટ પડાવી.

રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે ગાઢ મિત્રતા હતી અને આ મિત્રતાનો પરિચય મળ્યો જીના ઈસી કા નામ હૈ શોમાં. જ્યાં ઐશ્વર્યા ગેસ્ટ બનીને પહોંચી હતી અને એ સમયે ઐશ્વર્યા માટે રાની મુખર્જીએ આપેલો એક વીડિયો મેસેજ દેખાડવામાં આવ્યો હતો, જેમાં રાનીએ તે ઐશ્વર્યાને કેટલો પ્રેમ કરે છે અને તે એના માટે કેટલી ઈમ્પોર્ટન્ટ છે એ જણાવ્યું હતું. પરંતુ બંનેની મિત્રતા લાંબો સમય ટકી શકી નહીં.

બંનેની દોસ્તીમાં પડેલી દરારની જાણ કરણ જોહરના ફેમસ શો કોફી વિથ કરણ વખતે થઈ હતી જ્યારે કરણે રાનીને પૂછ્યું કે એક સમય હતો ઐશ્વર્યા અને તું સારા મિત્રો હતા પરંતુ આજે એવું નથી. આનું કારણ શું છે? જેના જવાબમાં રાની કહે છે કે બધાને બધું ખબર છે જેના જવાબમાં કરણ કહે છે કે ના મને કંઈ ખબર નથી અને તે રાનીને આ કારણ વિશે વાત કરવા જણાવે છે, પણ રાની હસી પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાની મુખર્જીએ ફિલ્મ ચલતે ચલતેમાં શાહરૂખ ખાન સાથે લીડ રોલ કર્યો હતો. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે રાની મુખર્જી પહેલાં આ ફિલ્મ ઐશ્વર્યાને ઓફર થઈ હતી. ઐશ્વર્યાએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું પરંતુ એ સમયે સલમાન અને ઐશ્વર્યા રિલેશનશિપમાં હતા. સલમાને ફિલ્મના સેટ પર જઈને ધમાલ મચાવી હતી એ જોઈને પ્રોડ્યુસરે ઐશ્વર્યાને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી.

આ પણ વાંચો : ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?

બાદમાં રાની મુખર્જીએ ફિલ્મ સાઈન કરી અને ઐશ્વર્યાને ઓફર થયેલો રોલ તેણે નિભાવ્યો. ઐશ્વર્યાને આ વાતનું ખૂબ જ માઠું લાગ્યું કે તેની બેસ્ટ ફ્રેન્ડે જ તેને ફિલ્મમાં રિપ્લેસ કરી હતી. બસ આ કારણે રાની મુખર્જી અને ઐશ્વર્યા વચ્ચે અંતર વધતું હતું અને એક સારી મિત્રતાનો આ રીતે અંત આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button