
બોલીવૂડની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીની મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કરવામાં આવે છે. ઐશ્વર્યાની ફેન ફોલોઈંગ દેશમાં જ નહીં પણ સાત સમંદર પાર પણ છે. ફેન્સ ઐશ્વર્યાની સુંદરતાની સાથે સાથે જ તેની એક્ટિંગના પણ વખાણ કરે છે. પરંતુ હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ બધી ધાંધલી વચ્ચે સોશિયલ મીડિયા ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ડિવોર્સની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા ખૂબ જ પ્રેમથી અભિષેકને નિહાળતી જોવા મળી રહી છે. આ જોઈને ફેન્સ પણ એકદમ ખુશ થઈ ગયા હતા.
Also read: ઐશ્વર્યાને લઈને જયા બચ્ચને કર્યો ચોંકાવનારો ખુલાસો…
આવો જોઈએ શું છે આ વાઈરલ વીડિયોમાં
ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો છે એવા અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા અને અભિષેક કોઈ ઈવેન્ટમાં પહોંચી હતી અને આ સમયે ઐશ્વર્યા ખૂબ જ પ્રેમથી અભિષેકને નિહાળતી જોવા મળી રહી છે.
ઐશ્વર્યાનો આ અનોખો અંદાજ જોઈને તો ફેન્સ એના ભરપેટ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે, પણ વીડિયોમાં બંને વચ્ચેનો સ્ટ્રોન્ગ બોન્ડ જોવા મળી રહ્યો છે. બંનેની શાનદાર કેમિસ્ટ્રી જોઈને એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે શું વાત છે બંને એક સાથે કેટલા સુંદર લાગી રહ્યા છે. બીજા એક યુઝરે લખ્યું છે કે નજર ના લાગે આ કપલનો. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે મેડ ફોર ઈચ અધર. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેકની ગણતરી ઈન્ડસ્ટ્રીના ખૂબ જ પોપ્યુલર અને એડોરેબલ કપલમાં કરવામાં આવે છે. બંનેની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ ખૂબ જ આનંદિત થઈ ઉઠે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે મતભેદ હોવાના અને બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, કપલે આ વિશે હજી કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું. તમે પણ આ કપલનો વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…