ડિવોર્સની અફવાઓ વચ્ચે Aishwarya Rai-Bachchanએ આ શું કર્યું? જયા બચ્ચનની તો ઊંઘ થશે હરામ…

બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા સમાચાર આવી રહ્યા છે. ઐશ્વર્યા અને જયા બચ્ચનના સંબંધો તો હંમેશાથી ચર્ચાનું કારણ રહ્યા છે અને ઐશ્વર્યાની આ હરકત જોઈને તો ચોક્કસ જ જયા બચ્ચનની ઊંઘ હરામ થઈ જશે.
કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બંને અલગ થવા જઈ રહ્યા છે. જોકે, ઐશ્વર્યા કે અભિષેકે આ વિશે ખૂલીને કંઈ પણ કહ્યું નથી. પરંતુ ગઈકાલે ઐશ્વર્યાએ ફરી વખત કંઈક એવું કર્યું હતું કે ફેન્સ મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. આવો જોઈએ શું કર્યું બચ્ચન પરિવારની બહુરાનીએ…
સોશિયલ મીડિયા પર હાલમાં એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અભિષેક બચ્ચનને એનિવર્સરી વિશ કરતી જોવા મળી રહી છે. ઐશ્વર્યાનું આ પગલું ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ઐશ્વર્યાની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટે નેટિઝન્સનું દિલ જિતી લીધું છે. 20મી એપ્રિલના ઐશ્વર્યા અને અભિષેકની 18મી વેડિંગ એનિવર્સરી હતી.
આ પણ વાંચો: ફિલ્મોથી દૂર હોવા છતાં આ અભિનેત્રી ધરાવે છે અપાર સંપત્તિ, ઐશ્વર્યા અને દીપિકા પણ તેનાથી પાછળ…
ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યા સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો છે અને એની સાથે હાર્ટનું ઈમોજી શેર કર્યું છે. ઐશ્વર્યાની આ પોસ્ટ જોત-જોતામાં વાઈરલ થઈ ગઈ અને ફેન્સ તેના પર રિએક્શન આપી રહ્યા છે.
વાઈરલ થઈ રહેલાં ફોટોમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંને ટ્વીનિંગ કરતી એકદમ ખુશ જોવા મળી રહી છે. ફેન્સે કપલના આ ફેમિલી ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યું છે. કેટલાક ફેન્સ તો કમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઈમોજી શેર કરી રહ્યા છે તો વળી કેટલાક ફેન્સ તેમને વેડિંગ એનિવર્સરી પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: ઐશ્વર્યાને કોપી કરવાનું ભારે પડ્યું બચ્ચન પરિવારની આ ફિમેલ મેમ્બરને
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય છેલ્લા મણિરત્નમની તમિળ ફિલ્મ પોન્નિયિન સેલ્વન 2માં જોવા મળી હતી. દર્શકોને આ ફિલ્મમાં ઐશ્વર્યાની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. જોકે, હાલમાં ઐશ્વર્યા પાસે કોઈ નવા પ્રોજેક્ટ છે કે નહીં તેની કોઈ માહિતી સામે નથી આવી રહી. વાત કરીએ અભિષેકની તો અભિષેક ટૂંક સમયમાં જ શાહરૂખ ખાન અને સુહાના ખાન સાતે એક્શન પેક્ડ ફિલ્મ કિંગમાં જોવા મળશે.