મનોરંજન

Aishwarya નથી પ્રેગ્નન્ટ, આપ્યું આવું રિએક્શન…

હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો કે અહીંયા કઈ ઐશ્વર્યાની વાત થઈ રહી છે? કારણ કે બચ્ચન પરિવારવાળી ઐશ્વર્યા રાય બચ્ચન તો છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારથી દૂર પોતાના પિયરમાં રહે છે તો એ પ્રેગ્નન્ટ હોય એ તો શક્ય જ નથી, તો વળી અહીં બીજી કઈ ઐશ્વર્યાની વાત થઈ રહી છે અહીંયા? ચાલો સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી જ દઈએ…

અમે અહીંયા વાત કરી રહ્યા છીએ ગુમ હૈ કિસી કે પ્યાર મેંની પાંખી ઉર્ફે ઐશ્વર્યા શર્માની. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-17માં જોવા મળી હતી. આ શોમાં તેણે પતિ નીલ ભટ્ટ સાથે ભાગ લીધો હતો.


આ પણ વાંચો
: …તો Aishwarya Rai નહીં પણ આ એક્ટ્રેસ બની હોત Mrs. Bachchan!

છેલ્લાં કેટલાક સમયથી ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા પ્રેગ્નન્ટ હોવાની વાતો ચર્ચાઈ રહી છે અને આવું થવાનું કારણ એવું છે કે એક હોલી પ્રોગ્રામના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા સેટ પર બેભાન થઈ ગઈ હતી. બસ આ ઘટના બાદથી જ તેની ગર્ભાવસ્થાને લઈને જાત જાતની વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે. પરંતુ હવે ખુદ એક્ટ્રેસે આ અંગે રિએક્શન આપ્યું છે.


મળી રહેલી માહિતી પ્રમાણે ઐશ્વર્યાએ ફેક પ્રેગ્નન્સીના સમાચાર પર રિએક્શન આપતાં જણાવ્યું હતું કે હું ત્રીજી વખત જોરથી બૂમ પાડીને કહી રહી છું કે હું પ્રેગ્નન્ટ નથી. હું આવી વાતો સાંભળીને કંટાળી ગઈ છું. હું પ્રેગ્નન્ટ નથી. મારું બીપી લો થઈ ગયું હતું અને એને કારણે જ હું સેટ પર બેભાન થઈ ગઈ હતી. મહેરબાની કરીને આ અફવાને અહીં જ રોકી દો.


આ પણ વાંચો
: Aishwarya Rai Bachchan સાથે ઈન્ટિમેનટ સીન આપતી વખતે કંઈક આવું કર્યું બી-ટાઉનના હીરોએ…

અહીંયા તમારી જાણ માટે ઐશ્વર્યા અને નીલ સલમાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં જોવા મળી હતી જ્યાં પતિ નીલ સાથેના તેના ઝઘડાને કારણે સલમાન ખાને પણ તેને ટોકી હતી, પરંતુ નીલે આખી વાતને ખૂબ જ મેચ્યોરલી હેન્ડલ કરીને ઐશ્વર્યાનો સાથ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button