Aishwaryaએ ખરીદ્યું સપનાનું ઘર, ગૃહ પ્રવેશ કરીને ફેન્સ સાથે શેર કર્યા Good News…

અહં… હેડિંગ વાંચીને તમે કંઈ પણ ઊંધુ ચત્તુ વિચારો એ પહેલાં જ તમને જણાવી દઈએ કે અહીં અમે Bachachan Family’s Bahurani Aishwarya Rai Bachchanની નહીં પણ South’s Superstar Rajnikantની દીકરી Aishwaryaની વાત થઈ રહી છે. સાઉથની જાણીતી ડિરેક્ટર, પ્રોડ્યૂસર Aishwarya Rajnikantએ નવું ઘર ખરીદ્યું છે અને રિપોર્ટ્સ અનુસાર સી ફેસિંગ આ ઘરની કિંમત કરોડો રૂપિયામાં છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં Aishwarya પોતાના પિતા Rajnikantને Welcome કરતી જોવા મળી રહી છે અને એ સમયે તેની સાથે તેની માતા લતા પણ જોવા મળી રહી છે. વાઈરલ થઈ રહેલો આ વીડિયો ગૃહ પ્રવેશ સમયનો છે અને આ સમયે તેણે Rajnikantને House Tour પણ આપી હતી. આ સમયે બંનેના ચહેરા પર ખુશી છલકાઈ રહી હતી.
વીડિયોમાં રજનીકાંતના ચહેરાના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું છે કે તેઓ દીકરીનું આ ઘર જોઈને ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયા છે અને દીકરીને શાબાશી પણ આપી રહ્યા છે. ઐશ્વર્યાએ પોતાના ઘરને એસિમેટ્રિક લૂક આપ્યું છે અને કોઈ પણ જગ્યાએ કલરનો ઉપયોગ નથી કરવામાં આવ્યું. આઈવરી અને બ્રાઉન રંગમાં જ આખા ઘરનું ઈન્ટિરિયર કરવામાં આવ્યું છે.
ફેન્સ પણ ઐશ્વર્યાના ઘરની અને તેના બાળકોની એક ઝલક જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેને નવા ઘર માટે શુભેચ્છા આપી રહ્યા છે. ઐશ્વર્યા માટે આ એક મોટી અચીવમેન્ટ છે ત્યારે પિતા રજનીકાંતે પણ દીકરીને તેની આ ઉપલબ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા એક સિંગલ મધર છે અને તેને બે દીકરા છે. 18 વર્ષ બાદ ઐશ્વર્યાએ પતિ ધનુષથી અલગ થવાનો નિર્ણય લીધો હતો અને 2022માં બંને જણ છુટા પડી ગયા હતા.