ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સની અફવા પર નજીકના મિત્રનો ખુલાસો, કહ્યું ઐશ્વર્યા તો…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં બચ્ચન પરિવારની ગણતરી કરવામાં આવે છે, પરંતુ વાત કરીએ છેલ્લાં કેટલાક સમયની તો આ પરિવાર ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. અભિ અને ઐશ ડિવોર્સ લઈ રહ્યા હોવાના અહેવાલો અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ કપલે આ બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ હવે બચ્ચન પરિવારના નજીકના અને જાણીતા ફિલ્મમેકર પ્રહ્લાદ કક્કરે બંનેના સંબંધોને લઈને સ્ફોટક ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે પ્રહ્લાદ કક્કરે-
રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો અભિષેક બચ્ચનથી અલગ થઈને ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે પોતાની માતા વૃંદા રાયના ઘરે રહે છે. જોકે, પ્રહ્લાદ કક્કરે જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાયની માતા વૃંદાની તબિયતક ઠીક નથી રહેતી જેને કારણે કે પોતાની માતાના ઘરે અવારનવાર આવતી જતી રહી છે.
આ પણ વાંચો: દૂરિયાં નજદિકીયાં બન ગઇ….! છૂટાછેડાની અફવાઓ વચ્ચે સાથે જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક
પ્રહ્લાદે આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું રે હું એની બિલ્ડિંગમાં રહું છું અને મને ખબર છે કે ઐશ્વર્યા આ બિલ્ડિંગમાં કેટલો સમય પસાર કરે છે. ઐશ્વર્યા પોતાની દીકરીને સ્કૂલ ડ્રોપ અને પિકઅપ કરવા માટે આવે છે. આ વચ્ચે ટાઈમ પસાર કરવા માટે તે પોતાની માતાને મળવા તેમના ઘરે જતી રહી છે. ત્યાર બાદ આરાધ્યાને લઈને તે પોતાના ઘરે જાય છે. મને ખ્યાલ છે કે ઐશ્વર્યાને તેની માતાની હેલ્થની કેટલી ચિંતા છે.
ફિલ્મમેકરે અભિષેક અને ઐશ્વર્યાની ડિવોર્સની વાતોને અફવા ગણાવી હતી. પ્રહ્લાદને જ્યારે પૂછવામાં આવ્યું છે ઐશ્વર્યા અભિષેકને ડિવોર્સ આપવાનું વિચારી રહી છે તો શું ઐશ્વર્યાને પોતાની સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન સાથે કોઈ સમસ્યા છે? આ સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે તો શું થયું? એ પરિવારની વહુ છે અને તે પણ ઘર ચલાવે છે. મને ખબર છે કે આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી.
આ પણ વાંચો: ઐશ્વર્યા-અભિષેકના ડિવોર્સ રૂમર્સ વચ્ચે Jaya Bachchanએ ઈન્ટ્રોડ્યુસ કરી બચ્ચન પરિવારની ભાવિ વહુને?
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે લોકો તો એવું કહી રહ્યા હતા કે અભિષેક અને બચ્ચન પરિવાર સાથેની સમસ્યાને કારણે ઐશ્વર્યા પોતાના પિયરમાં આવી રહે છે. પરંતુ એવું નથી. તે તો બસ દીકરીને શાળામાં લેવા-મૂકવા વચ્ચેના સમયમાં જ પોતાની માતાને મળવા માટે આવતી હતી. એવું નથી કે એકલી ઐશ્વર્યા જ અહીં આવતી હતી. અભિષેક બચ્ચન પણ પોતાની સાસુની તબિયતની ખબર કાઢવા માટે આવતા હતા.
ટૂંકમાં આટલા સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સના જે સમાચારો સામે આવી રહ્યા હતા તે તદ્દન પાયા વિહોણા છે એવું પ્રહ્લાદ કક્કરની વાત પરથી લાગી રહ્યું છે.