કોણે ઉડાડી Amitabh Bachchanની રાતોની ઊંઘ? પોસ્ટ કરીને કહ્યું…
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai- Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના ડિવોર્સની અફવાઓનું બજાર એકદમ ગરમ છે ત્યાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની ઊંઘ પણ વેરણ થઈ ગઈ. પરિવારના આ વડીલ વહેલી સવારે 4-4 વાગ્યા સુધી જાગતા રહે છે અને એ જોઈને ફેન્સને હવે ચિંતા થવા વાગી છે. ખુદ બિગ બીએ પોતાની ઊંઘ ઉડી ગઈ હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા પર કરી છે. આવો જોઈએ શું છે આખો મામલો-
વાત જાણે એમ છે કે 81 વર્ષે પણ બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સના સમાચારે બચ્ચન પરિવારના પાયા હચમચાવી દીધા છે. કદાચ આ જ કારણ છે કે બિગ બી દિવસ-રાત જાગતા રહે છે, જેને કારણે ફેન્સને બિગ બીની ચિંતા સતાવી રહી છે. એટલું જ નહીં પણ ફેન્સને એ સવાલ પણ સતાવી રહ્યો છે કે આખરે બિગ બીને કેમ ઊંઘ નથી આવતી? બિગ બીએ તેઓ છેલ્લી બે રાતછી ચાર-ચાર વાગ્યા સુધી જાગી રહ્યા હોવાની કહી હતી.
હાલમાં જ વહુરાણી ઐશ્વર્યા રાય-બચ્ચન, દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા અને એ સમયે એક્ટ્રેસે કહ્યું હતું કે બધું ઠીક છે. આ જોયા બાદ ફેન્સે ભલે રાહતનો શ્વાસ લીધો હોય. પરંતુ હવે બિગ બીની આ સ્લીપલેસ નાઈટ્સ ફેન્સને પરેશાન કરી રહી છે. બિગ બીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વહેલી સવારે 4 વાગ્યે પોસ્ટ કર્યું હતું કે સુબહ કે ચાર બજ રહે હૈ, ચાલો છાતે હૈ સોને…
બિગ બીની આ પોસ્ટ જોઈને ફેન્સે કમેન્ટ કરતાં લખ્યું હતું કે સૂઈ જાવ સર, જાતે કો છાતે લખી રહ્યા છો. આ બધા વચ્ચે કેટલાક લોકો એવી અટકળો પણ લગાવી રહ્યા છે કે દીકરા-વહુ વચ્ચેના ખટરાગને કારણે બચ્ચન પરેશાન છે અને આ જ કારણે તે રાત-રાત ઊંઘી નથી શકતા.
આ પણ વાંચો : અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless
અત્રે ઉલ્લેખનીય છે કે અભિ-એશના ડિવોર્સની અફવાઓ ત્યારથી વધુ તેજ બની ગઈ છે જ્યારથી અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા-આરાધ્યાએ અલગ અલગ એન્ટ્રી લીધી હતી. આટલું ઓછું હોય તેમ અભિષેકે વચ્ચે ગ્રે ડિવોર્સની પોસ્ટ પણ લાઈક કરી હતી, જેને કારણે ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે બંનેના સંબંધમાં ભંગાણ પડી ગયું છે. જોકે, સુધી બંનેમાંથી કોઈએ પણ આ મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી.