Aishwarya Rai-Abhishek Bachchan વચ્ચે રોજ ઝઘડા થતાં હતા, જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફૂલ અને લવેબલ કપલમાં કરવામાં આવે છે. પરંતુ આ કપલ વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું આ બધા વચ્ચે હવે આ કપલને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. આ ખુલાસો સાંભળીને કદાચ બંનેના ફેન્સના પગ નીચેથી ધરતી ખસી જશે. આવો જોઈએ શું છે આ ખુલાસો. ઐશ્વર્યાના જૂના વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા એવું કહેતી સાંભળવા મળે છે કે તેની અને અભિષેક વચ્ચે રોજ ઝઘડા થાય છે.
મળી રહેલી માહિતી પ્રમાણે હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો 2010નો છે અને આ ઈન્ટરવ્યુમાં અભિષેક અને ઐશ્વર્યાને પૂછવામાં આવ્યું હતું તેમની વચ્ચે કેટલા ઝઘડા થાય છે? આ સવાલનો જવાબ આપતા ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે ઓહ… દરરોજ. જોકે, તરત જ અભિષેકે વાતને વાળી લેતાં કહ્યું હતું કે તમે એને ઝઘડા ના કહી શકો. કોઈ વાતે અમારી વચ્ચે સહમતિ નથી થતી ત્યારે અમારી વચ્ચે વાદ-વિવાદ થાય છે અને એ એકદમ હેલ્ધી હોય છે એને સિરીયસ ઝઘડા ના કહી શકો. જો કપલ્સ વચ્ચે આવા ડિસઅગ્રીમેન્ટ્સ નહીં થાય તો પછી લાઈફ ખૂબ જ બોરિંગ થઈ જશે.
અભિષેકે જણાવ્યું હતું કે વાદ-વિવાદ બાદ તે જ સુલહ કરવાની પહેલ કરે છે. ઐશ્વર્યા અને મારો નિયમ છે કે જ્યારે પણ તેમની વચ્ચે ઝઘડો થાય ત્યારે તેઓ સૂતા નથી અને એને સોલ્વ કરીને જ સૂવાનું પસંદ કરીએ છીએ. મોટાભાગે અમારા બંનેમાંથી હું જ સોરી કહીને વાતનો અંત લાવી દેતો હોઉં છું.
આ પણ વાંચો : આરાધ્યાને લઈને કહી એવી વાત કે Aishwarya Rai-Bachchanએ કહ્યું ગર્લ્સ તો ગર્લ્સ જ રહેશે….
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઐશ્વર્યા અને અભિષેકના લગ્નમાં ભંગાણ પડ્યું છે અને બંન જણ એક બીજાથી અલગ અલગ રહે છે. અનેક રિપોર્ટ્સમાં તો એવો દાવો કરાઈ રહ્યો છે કે બંને જણ ટૂંક સમયમાં ડિવોર્સ લેવા જઈ રહ્યું છે, પણ હજી સુધી આ મામલે બંનેમાંથી કોઈએ કંઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી. છેલ્લાં કેટલાય સમયથી ઐશ્વર્યા અને અભિષેક બંને જણ પબ્લિકમાં સાથે દેખાવવાનું ટાળે છે.