મનોરંજન

Divorceની અફવા વચ્ચે કોની સાથે દેખાઈ Aishwarya Rai Bachchan અને Aradhya?? વીડિયો થયો વાઈરલ…

બચ્ચન પરિવારના વહુરાણી Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાક સમયથી પોતાની Married Lifeને કારણે ચર્ચામાં છે અને દરરોજ સવાર પડે ને આ સંબંધ વિશે એક નવી વાત જાણવા મળી રહે છે. હવે ફરી એક વખત ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન તેમના પબ્લિક અપિયરન્સને કારણે લાઈમ લાઈટમાં આવી ગયા છે.

આ પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચને પતિ અભિષેક બચ્ચનના જન્મદિવસ પર પોસ્ટ કરીને લોકોને ચોંકાવી દીધા હતા અને ફરી એક વખત તેણે કંઈક એવું કરીને લોકોને ચોંકાવી દીધા છે… આવો જોઈએ આખરે એવું તે શું કર્યું ઐશ્વર્યાએ કે સોશિયલ મીડિયા પર તેના ફોટો વાઈરલ થઈ રહ્યા છે અને આ ફોટા જોઇને લોકો શું કહી રહ્યા છે…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા ફોટોમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ ત્રણે જણા એક જ ફ્રેમમાં, ફોટોમાં જોવા મળતા ફેન્સ એકદમ આનંદમાં આવી ગયા છે અને આ ફોટો પર લાઈક્સ અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મમ્મી પપ્પાની જેમ આરાધ્યાની ફેન-ફોલોઈંગ એકદમ જોરદાર છે અને તે પણ અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેનો એક અનસીન વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે એરપોર્ટ પર ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહી છે.

પાપારાઝીને જોઈને આરાધ્યા હસી પડી હતી અને તેની આ ક્યુટ સ્માઈલે લોકોના દિલ જીતી લીધા હતા. ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાને એક સાથે જોઈને ફેન્સની ખુશીનો કોઈ પાર નથી રહ્યો એને તેઓ આ વીડિયો પણ કમેન્ટ્સ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે.

એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે આ છે ને એકદમ પરફેક્ટ ફેમિલી… તો બીજા એક યુઝરે કહ્યું હતું કે ત્રણે જણા એક સાથે કેવા સુંદર લાગી રહ્યા છે તો વળી કેટલાક લોકો આરાધ્યાની ક્યુટનેસ પર વારી ગયા હતા. જોકે વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે એના વિશે કોઈ જ ઓફિશિયલ ઈન્ફર્મેશન સામે નથી આવી રહી પણ આ વીડિયો જોઈને ફેન્સના દિલ ચોક્ક્સ જ Garden Garden થઈ ગયા છે એ વાત તો 100 ટકા સાચી…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button