Abhishek Bachchan સાથે Divorceના News વચ્ચે આ કોની સાથે જોવા મળી Aishwarya
Aishwarya Rai Bachchan- Abhishek Bachchan વચ્ચે ચાલી રહેલાં વિખવાદના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર Aishwarya Rai-Bachchanના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાનની બાહોમાં જોવા મળી રહી છે. અહં… તમે કંઈ પણ ખોટું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ ફોટો સંપૂર્ણપણે Artificial Intelligence (AI) જનરેટેડ છે અને તેમાં કોઈ સચ્ચાઈ નથી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમથી લેવામાં આવ્યો છે. ફેન્સ તો આ ફોટો જોઈને ફૂલ્યા નથી સમાઈ રહ્યા. બંનેના આ ફોટો જોઈને એવું લાગી રહ્યું છે બંને જાણે એકબીજા માટે જ બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને સલમાન એ ફેન્સની મોસ્ટ ફેવરેટ જોડી હતી. બંનેના અફેયર્સની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી હતી અને એ વખતે તો બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને એવું જ લાગી રહ્યું હતું કે બંને લગ્ન કરશે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ આ AI જનરેટેડ ફોટમાં ઐશ્વર્યા સલમાન ખાનની બાહોમાં જોવા મળી રહી છે અને તે આગની જેમ વાઈરલ થઈ રહી છે. બંને જણે એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરી રહ્યા હતા પણ આખરે બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.
છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું અને એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા પોતાનું સાસરું છોડીને પિયરમાં મમ્મી વૃંદા સાથે રહે છે. આ સિવાય બચ્ચન પરિવાર સાથેના તેના મતભેદોના સમાચાર પણ અવારનવાર સાંભળવા મળી રહ્યા છે.