ઓસ્કર બાદ આ દિગ્ગજ હોલીવુડ કલાકારો સાથે BAFTAને હોસ્ટ કરશે દિપીકા
BAFTA FILM AWARDS: The British Academy Of Film Awards કે જે બાફ્ટા એવોર્ડ્ઝ તરીકે જાણીતો છે તેને લોકપ્રિય બોલીવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ (Deepika Padukone) હોસ્ટ કરવા જઇ રહી છે. અનેક દિગ્ગજ હોલીવુડ કલાકારો તેને કંપની આપી રહ્યા છે, જેમાં અભિનેત્રી કેટ બ્લેન્ચેટ (Cate Blanchett), પોપસ્ટાર દુઆ લીપા (Dua Lipa), ડેવિડ બેકહામ (David Beckham)નું નામ સામેલ છે. દિપીકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ સ્ટોરી મુકીને આ વિશે પ્રતિક્રિયા આપતા લખ્યું હતું, ‘Gratitude’ એટલે કે આભાર.
અગાઉ પણ દિપીકા પાદુકોણ 2023ના ઓસ્કર એવોર્ડ્ઝમાં પ્રેઝન્ટર તરીકે જોવા મળી હતી. લંડનના રોયલ ફેસ્ટીવલ હોલ ખાતે BAFTA એવોર્ડ્ઝનો કાર્યક્રમ યોજાશે. એવોર્ડ ફંક્શનમાં મોટેભાગે બ્રિટિશ વેબ સિરીઝ તથા ફિલ્મો છવાયેલી રહેશે. Emily In Paris, The Crown, સહિતની વેબ સિરીઝને એવોર્ડ્ઝ મળી શકે છે. ભારતમાં તેનું પ્રસારણ LionsGate એપ પર જોવા મળશે. જે એક OTT પ્લેટફોર્મ છે.
લીલી કોલિન્સ, એમા કોરીન, હ્યુ ગ્રાન્ટ, કિલિયન મર્ફી, ઇદરીસ એલ્બા, બ્રેડલી કૂપર, કેરી મુલિગન, ગ્રેટા ગર્વિંગ, ક્રિસ્ટોફર નોલાન સહિતના હોલીવુડ કલાકારો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ભૂતપૂર્વ વિજેતાઓ એમ્મા મેકી અને જેક ઓ’કોનેલ ધ રાઇઝિંગ સ્ટાર એવોર્ડ રજૂ કરશે. ફોબી ડાયનેવર, આયો અડેબિરી, જેકબ એલોર્ડી, મિયા મેકકેના-બ્રુસ અને સોફી વાઈલ્ડ આ વર્ષે બાફ્ટા એવોર્ડ માટેના દાવેદાર ગણાઇ રહ્યા છે.