મનોરંજન

ડિવોર્સ બાદ ફરીથી ઘોડે ચઢશે આ અભિનેતા

નાગા ચૈતન્ય સાઉથના ઘણા જાણીતા અભિનેતા છે. તેલુગુ ફિલ્મના સુપર સ્ટાર નાગા ચૈતન્ય પોતાની ફિલ્મી કરિયરની સાથે પોતાના પરિવારને લઇને પણ ચર્ચામાં રહેતા હોય છે. હવે એવા મીડિયા રિપોર્ટ આવ્યા છે કે નાગા ચૈતન્ય બીજી વાર લગ્ન કરી રહ્યા છે.

નાગા ચૈતન્ય સાઉથના સુપર સ્ટાર નાગાર્જુનના પુત્ર છે. તેમનો આખા પરિવારનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું નામ છે. નાગા ચૈતન્યએ સાલ 2017માં અભિનેત્રી સામંથા રૂથ સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. નાગા ચૈતન્ય અને સામંથાનું લગ્નજીવન માંડ ચાર વર્ષ જ ટક્યું અને સાલ 2021માં બંનેએ ડિવોર્સ લઇ લીધા હતા. હવે એવી ખબર આવી રહી છે કે નાગા ચૈતન્ય ફરીથી મેરેજ કરશે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે નાગાર્જુન બિઝનેસમેન ફેમિલીમાં દીકરાના લગ્ન કરી રહ્યા છે. આ વર્ષના અંત સુધીમાં નાગા ચૈતન્યના લગ્ન થઇ જશે.


જોકે, નાગા ચૈતન્યની દુલ્હન વિશે હજી સુધી કોઇ માહિતી જાણવા મળી નથી. માત્ર એટલું જ જાણવા મળ્યું છે કે ગ્લેમર વર્લ્ડ સાથે એને સ્નાનસૂતકનો ય સંબંધ નથી. જોકે, આ બધી વાતો પર નાગાર્જુન પરિવાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


નોંધનીય છે કે સામંથા સાથે ડિવોર્સ બાદ નાગા ચૈતન્યનું નામ અભિનેત્રી શોભિતા ધૂલિપાલા સાથે જોડાયું હતું. બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે એમ કહેવામાં આવતું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button